air hostess/ એરહોસ્ટેસ ક્યારેય પ્લેનમાં ચા-કોફી નથી પીતી, કારણ જાણીને તમે પણ નહીં પીવો

શું તમે ક્યારેય ફ્લાઈટમાં કેબિન ક્રૂ અને એર હોસ્ટેસને ફ્લાઈટ દરમિયાન ચા કે કોફી પીતા જોયા છે? કદાચ નહિ. તમને જાણીને નવાઈ લાગશે કે ક્રૂ મેમ્બર્સ ફ્લાઈટની અંદર ક્યારેય ચા અને કોફી નથી પીતા…

Ajab Gajab News Trending
Secrets of Airhostess

Secrets of Airhostess: જો તમે ક્યારેય ફ્લાઈટમાં મુસાફરી કરી હોય તો તમે મુસાફરી દરમિયાન ચા-કોફી પીધી જ હશે. પરંતુ શું તમે ક્યારેય ફ્લાઈટમાં કેબિન ક્રૂ અને એર હોસ્ટેસને ફ્લાઈટ દરમિયાન ચા કે કોફી પીતા જોયા છે? કદાચ નહિ. તમને જાણીને નવાઈ લાગશે કે ક્રૂ મેમ્બર્સ ફ્લાઈટની અંદર ક્યારેય ચા અને કોફી નથી પીતા. આ પાછળનું કારણ જાણીને તમે ફ્લાઈટમાં ચા અને કોફીનો ઓર્ડર આપતા પહેલા ઘણી વાર વિચારશો.

તમને જણાવી દઈએ કે ફ્લાઈટનું આ રહસ્ય એર હોસ્ટેસ સિએરા મિસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે, સિએરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તેના Tiktok એકાઉન્ટ પર 31 લાખ ફોલોઅર્સ છે. તે ઘણીવાર ફ્લાઇટ અને તેના કામ સાથે જોડાયેલી માહિતી શેર કરે છે. હાલના દિવસોમાં તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે ફ્લાઈટ એટેન્ડન્ટ અને પાઈલટના રહસ્યો જણાવ્યા છે.

https://www.instagram.com/reel/CfH0UykjFV0/?utm_source=ig_web_copy_link

સિએરા મિસ્ટે વીડિયોમાં જણાવ્યું છે કે, ક્રૂ મેમ્બર્સ ફ્લાઈટમાં પાણીની ટાંકીનો ઉપયોગ કરવાનું ટાળે છે. તેણે લખ્યું, ‘હું તમને ફ્લાઈટ એટેન્ડન્ટ્સ સાથે જોડાયેલા કેટલાક રહસ્યો જણાવીશ. હું શરત લગાવી શકું છું કે તમે તેમના વિશે જાણતા નહીં હશો. તેણે કહ્યું કે અમે ફ્લાઈટમાં ચા અને કોફી પીતા નથી સિવાય કે તે ખૂબ જ જરૂરી હોય કારણ કે ચા અને કોપી બનાવવા માટે જે પાણીનો ઉપયોગ કરીએ છીએ તે પ્લેનની ટાંકીમાંથી આવે છે જે ક્યારેય સાફ કરવામાં આવતી નથી. સિએરાએ વધુમાં જણાવ્યું હતું કે એરલાઇન કંપનીઓ સમયાંતરે પાણીનું પરીક્ષણ કરે છે. પરંતુ પાણીમાં કંઈ ન મળે તો ટાંકીની સફાઈ કરવામાં આવતી નથી.

એર હોસ્ટેસે ફ્લાઇટનું બીજું રહસ્ય જણાવ્યું. તેણે કહ્યું કે એર હોસ્ટેસ હંમેશા ફ્લાઇટ દરમિયાન સનસ્ક્રીન લગાવે છે. સિયેરાએ તેની પાછળનું કારણ પણ જણાવ્યું. તેણે કહ્યું, ‘અમે આ એટલા માટે કરીએ છીએ કારણ કે અમારે દરરોજ જમીનથી 35 હજાર ફૂટની ઊંચાઈએ ફ્લાઈટમાં મુસાફરી કરવી પડે છે. ફ્લાઈટ્સ ઓઝોન સ્તરની ખૂબ નજીક ઉડે છે. આવી સ્થિતિમાં ઓઝોન રેડિયેશનનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. આરોગ્ય વીમા કંપનીઓ ક્રૂ સભ્યોને અવકાશયાત્રીઓ અને રેડિયોલોજીસ્ટ તરીકે વર્ગીકૃત કરે છે.

આ પણ વાંચો: ગુજરાત /  જામનગરમાં કોરોના બ્લાસ | બે દિવસમાં નવા નોંધાયા 21 કોરોના પોઝીટીવ કેસ | જિલ્લા વિકાસ અધિકારી કોરોના સંક્રમિત