એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોનાનાં નવા વેરિઅન્ટથી હાહાકાર મચ્યો છે. ત્યારે બીજી તરફ ભારતમાં કોરોનાનાં દૈનિક કેસોનાં આંકડાઓમાં ઘટાડો નોંધાયો છે. સતત વેક્સિનેશનનાં કારણે હવે કેેસમાં ઘટાડો થઇ રહ્યો છે. જો કે દેશમાં ઓમિક્રોનનાં કેસ વધીને 23 થઇ ગયા છે.
આ પણ વાંચો – સાવધાન! / હળવાશમાં ન લો ઓમિક્રોનને, દેશમાં આ મહિનાથી આવી શકે છે ત્રીજી લહેર
આપને જણાવી દઇએ કે, દેશનાં ઘણા રાજ્યોમાં ઓમિક્રોન વેરિઅન્ટનાં કેસ મળવાના ડર વચ્ચે ફરી એકવાર રાહતનાં સમાચાર છે. છેલ્લા એક દિવસમાં દેશભરમાં કોરોના સંક્રમણનાં માત્ર 6,822 નવા કેસ સામે આવ્યા છે. સોમવારે નોંધાયેલા નવા કેસની સરખામણીએ આ આંકડો 17 ટકા ઓછો છે. એટલું જ નહીં, 558 દિવસ પછી એક દિવસમાં કોરોનાનાં આટલા ઓછા નવા કેસ જોવા મળ્યા છે. આ સિવાય આ સમયગાળા દરમિયાન 10,004 લોકોએ કોરોના સંક્રમણને માત આપી છે અને 224 લોકોનાં મોત થયા છે. નવા કેસ અનુસાર, મોટી સંખ્યામાં લોકો સાજા થવાને કારણે સક્રિય કેસોમાં ઝડપથી ઘટાડો થયો છે. દેશમાં કોરોનાનાં કુલ સક્રિય કેસ હવે માત્ર 95,014 બાકી છે, જે 554 દિવસમાં એટલે કે લગભગ દોઢ વર્ષમાં સૌથી ઓછો આંકડો છે. જો આ આંકડાને ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો દેશમાં જોવા મળેલા કેસોની સરખામણીમાં અત્યાર સુધીમાં માત્ર 0.27 ટકા સક્રિય કેસ બાકી છે. આ આંકડો માર્ચ 2020 પછીનો સૌથી ઓછો છે. આ સિવાય રિકવરી રેટ પણ વધીને 98.36% થયો છે. આટલું જ નહીં, છેલ્લા 64 દિવસથી દૈનિક પોઝિટિવિટી રેટ 2 ટકાથી પણ ઓછો રહ્યો છે. આ સિવાય, જો આપણે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ વિશે વાત કરીએ, તો આ આંકડો માત્ર 0.78% જ રહ્યો છે.
#COVID19 | India reports 6,822 new cases (lowest in 558 days), 10,004 recoveries and 220 deaths in the last 24 hours. Active caseload currently stands at 95,014 – lowest in 554 days: Ministry of Health and Family Welfare
128.76 crore vaccine doses have been administered so far. pic.twitter.com/ryauaLnq2u
— ANI (@ANI) December 7, 2021
આ પણ વાંચો – નવી મુસિબત / Omicron ને લઇને દુનિયાનાં વેક્સિન નિર્માતાઓની શું છે તૈયારીઓ અને દાવાઓ?
દરમિયાન, ઓમિક્રોન વેરિઅન્ટનાં ડરને કારણે દેશમાં કોરોના રસીકરણ પણ ઝડપથી વધ્યું છે. અત્યાર સુધીમાં, દેશભરમાં 128.76 થી વધુ કોરોના રસી આપવામાં આવી છે. આ હેઠળ, અડધાથી વધુ પુખ્ત વયનાં લોકોએ રસીનાં બન્ને ડોઝ મેળવ્યા છે. આ સિવાય 85 ટકા પુખ્ત વયનાં લોકો એવા છે જેમને ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવ્યો છે. ઓમિક્રોન વેરિઅન્ટને કારણે દેશભરનાં રસીકરણ કેન્દ્રો પર ભીડ જોવા મળી રહી છે. એટલું જ નહીં, લોકો બૂસ્ટર ડોઝને લઈને પણ સવાલો પૂછી રહ્યા છે કે તે ક્યારે લેવામાં આવશે. જણાવી દઈએ કે બ્રિટન, અમેરિકા, પાકિસ્તાન, ઈઝરાયેલ સહિત ઘણા દેશોમાં કોરોના સંક્રમણનો સામનો કરવા માટે બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવી રહ્યા છે.
