politicas/ આનંદીબેન પટેલના ખુબ વિશ્વાસું છે નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,બેન રાજ્યમાં ફરી સક્રીય

ભૂપેન્દ્ર પટેલ આનંદીબેન પટેલ જૂથના ધારાસભ્ય છે,ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જ્યારે આનંદીબેન પટેલ હતા ત્યારે ભૂપેન્દ્ર પટેલ સક્રિય નેતા હતા

Top Stories

ગુજરાતના રાજકારણમાં આજનો દિવસ ભારે સસ્પેન્શ રહ્યો હતો અને અંતે સીએમની જાહેરાત થતાં ઇંન્તજારનો અંત આવ્યો હતો. આજના દિવસમાં સમગ્ર દેશની અને રાજ્યની જનતાની નજર બનેલી હતી કે, વિજય રૂપાણીના રાજીનામા બાદ આખરે કોણ બનશે. ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર થયું હતું અને તે રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા હતા. તે પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદી બેન પટેલના ખુબ વિશ્વાસું છે સાથે તે અમિત શાહના પણ ખુબ નજીક છે , અમિત શાહના સંસદીય વિસ્તારમાં ઘાટલોડિયા આવે છે.

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે અમદાવાદ ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પેટલના નામની જાહેરાત કરી દેવામાં આવી છે.નોંધનીય છે કે ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ઘાટલોડિયા વિધાનસભામાંથી સૌથી વધારે લીડ સાથે જીત્યા હતા. ભૂપેન્દ્ર પટેલ આનંદીબેન જૂથના સક્રિય ધારાસભ્ય છે. 2017માં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. જ્યાં સૌથી વધારે લીડ સાથે તેઓ અહીંથી જીત્યા હતા. 1.17 લાખ મતોની લીડ સાથે ચૂંટણી જીત્યા હતા.

ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વાર પાટીદાર નેતાની વરણી કરી છે. 2022ની ચૂંટણીને ધ્યાને રાખીને ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વાર પાટીદાર નેતા પર દાવ ખેલ્યો છે.ભૂપેન્દ્ર પટેલ એએમસીના પૂર્વ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પણ રહી ચુક્યા છે. તેઓ ઔડાના ચેરમેન પણ રહી ચુક્યા છે.

ભૂપેન્દ્ર પટેલ આનંદીબેન પટેલ જૂથના ધારાસભ્ય છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જ્યારે આનંદીબેન પટેલ હતા, ત્યારે તેમના જૂથના ભૂપેન્દ્ર પટેલ સક્રિય નેતા રહી ચુક્યા છે. તેઓ અગાઉ ઔડાના ચેરમેન પણ રહી ચુક્યા છે.