સુરત/ ડાયમંડ સિટીમાં વધુ એક હત્યાનો બનાવ, ગોડાદરમાં દિયરે જ કરી ભાભીને રહેંસી નાખી

શહેરમાં અલગ રહેવાની જીદ કરી દિયરે ભાભીને રહેંસી નાખી હતી અને હત્યા કર્યા બાદ દિયરે જાતે પોલીસ સામે હાજર થયો.

Gujarat Surat
દિયરે

સુરતમાં ક્રાઈમ રેટ દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરમાં અલગ રહેવાની જીદ કરી દિયરે ભાભીને રહેંસી નાખી હતી અને હત્યા કર્યા બાદ દિયરે જાતે પોલીસ સામે હાજર થયો. પ્રાપ્ત માહિતી અનુસાર ગોડાદરાની ચામુંડા રેસીડેન્સીમાં રાજસ્થાની પરિવાર રહેતો હતો. હત્યારો દિયર મહિલાના શરીરના અલગ- અલગ ભાગે ચપ્પુના ઘા મારી ફરાર થયો હતો. અને પોલીસ સ્ટેશને પહોંચી ગુનાની કબૂલાત કરી હતી.

આ પણ વાંચો : સાબરમતી જેલ ટ્રેનિંગ સેન્ટરના પ્રોજેક્ટને મંજૂરી, પદ્ધતિસર તાલીમ મળવાથી કેદીઓને મળશે નવું જીવન

ગોડાદરા પોલીસ સ્ટેશનથી મળતી માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના ઝાલોરના પીપરલાકી ગામનો વતની 47 વર્ષ જેઠારામ જીવારામ પટેલ હાલ ગોડાદરાની ચામુંડા રેસિડેન્સીમાં રહે છે. પરિવારમાં 46 વર્ષીય પત્ની અગ્રાબેન ઉપરાંત ત્રણ દીકરીઓ અને એક દીકરો ઉપરાંત 38 વર્ષીય નાનો ભાઈ હરિરામ છે.

આ પણ વાંચો :વહુના ત્રાસથી સાસુએ આત્મહત્યા કરતા ચકચાર

જેઠારામ ભાભી સાથે લિંબાયતના કુબેરનગરમાં કરિયાણાની દુકાન ચલાવે છે. હરિરામનો પરિવાર વતન રહે છે. છેલ્લા અઠવાડિયાથી હરિરામ અલગ ધંધો કરવાનું કહેતો હતો. સાથે ભાઈ જે મકાનમાં રહે છે તે મકાનમાં ઉપર અલગથી રહેવા માંગતો હતો. જેઠારામ અને તેના પત્ની હરિરામને સાથે રહેવા કહેતા હતા. જેથી તેમની વચ્ચે ઝગડાઓ થતા હતા.

આ પણ વાંચો :કોરોનાના લક્ષણ હોય, RTPCR રિપોર્ટ નેગેટીવ હોય અને સારવાર દરમિયાન મૃત્યુ થાય તો તેના અનાથ થયેલા બાળકોનું શું

હરિરામને એમ હતું કે ભાભી અને ભાઈ તેની વાત માનતા નથી. મંગળવારે સવારે અગ્રાબેન ઘરેથી દુધ લેવા ગઇ હતી. જેઠારામ નાહવા ગયો હતો. હરિરામ ઘરમાં સોફા પર બેસેલો હતો. અગ્રાબેન દૂધ લઈને રસોડામાં ગઇ ત્યારે હરિરામે ભત્રીજી ભાવનાની સામે ભાભીના પેટમાં તેમજ શરીરના અલગ-અલગ ભાગે ચપ્પુના ઘા મારી નાસી ગયો હતો. ભાવનાએ પિતાને જાણ કરી હતી. અગ્રાબેનને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઇ હતી. ડોક્ટરે ત્યાં તેમને મૃત જાહેર કરી હતી. બીજી તરફ હરિરામે પોતે ગોડાદરા પોલીસ સ્ટેશને પહોંચી જઇને પોલીસને કહ્યું કે તેણે પોતાની ભાભીને મારી નાખી છે. જેઠારામે આરોપી હરિરામ વિરુદ્ધ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો :તાલિબાનીઓના આતંક વચ્ચે ભારતીય વાયુસેનાને મોટી સફળતા, IAFનું વિમાન 120 ભારતીયોને લઈને પહોંચ્યું

આ પણ વાંચો :બટાલિયન બોર્ડરવિંગ હોમગાર્ડના જવાનોને રાષ્ટ્રપતિ ચંદ્રક જાહેર કરાયા