બિગ બોસ ફેમ રાહુલ વૈદ્ય અને એક્ટ્રેસ દિશા પરમાર 16 જુલાઈએ લગ્નના તાંતણે બંધાવા જઈ રહ્યા છે. રાહુલ વૈદ્ય જ્યારે કેપટાઉનમાં ‘ફીયર ફેક્ટરઃ ખતરો કે ખિલાડી 11’નું શૂટિંગ કરી રહ્યો હતો તે દરમિયાન લગ્નનું મુહૂર્ત લેવામાં આવ્યું હતું. તેવામાં રાહુલને પોતાના લગ્નની તૈયારીઓ કરવા માટે વધારે સમય મળી શક્યો નથી. તેમ છતાં તે પૂરતો પ્રયાસ કરી રહ્યો છે કે, જીવનના ખાસ પ્રસંગ બધુ મેનેજ થઈ જાય.
જણાવીએ કે, હાલ સોશિયલ મીડિયા પર રાહુલ અને દિશાની મહેંદી સેરેમનીના ફોટો અને વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. ફોટો અને વિડીયોમાં જોઈ શકાય છે કે દિશાના હાથમાં રાહુલના નામની મહેંદી લગાવવામાં આવી રહી છે. વાયરલ થઇ રહેલા ફોટામાં રાહુલ અને દિશાના ચહેરા પર લગ્નની ખુશ જોઈ શકાય છે.
View this post on Instagram
આ પ્રસંગે, તે બંને ખૂબ જ ખુશ જોવા મળ્યાં હતાં અને એટલું જ નહીં, મહેંદી લગાવ્યા બાદ આ કપલ પણ મીડિયાની સામે આવ્યું હતું. આ દરમિયાન રાહુલે ફરી એક વાર દિશાને પોતાની શૈલીમાં વિશેષ અનુભૂતિ કરાવી અને પાપારાઝીની સામે તેના માટે એક ગીત ગાયું.

જ્યારે દિશાની મહેંદી સમારોહની પોશાક વિશે વાત કરવામાં આવે તો તેણે આ પ્રસંગ માટે ગુલાબી અને સફેદ રંગની પસંદગી કરી. દિશાએ ગુલાબી રંગની કુર્તીં અને સફેદ રંગનો પ્લાઝો પહેર્યો હતો, આ સાથે અભિનેત્રીએ તેના કાનમાં મોટી ઇયરિંગ્સ પહેરી હતી. તે જ સમયે, રાહુલે વ્હાઇટ કલરનો કુર્તા પજમા પહેર્યો હતો.
View this post on Instagram
રાહુલ અને દિશાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં બંને મ્યુઝિક પર ડાન્સ કરવાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા.
આપને જણાવીએ કે, લગ્ન અંગે વાત કરતાં રાહુલ વૈદ્યએ જણાવ્યું કે, ‘મને કંઈ પણ પ્લાન કરવા માટેનો જરાય. સમય મળ્યો નથી. પરંતુ તેની પણ એક અલગ મજા છે. હું ખૂબ જ ઉત્સાહિત છું. એક્સાઈટમેન્ટ ચરમસીમા પર છે. મને હજી પણ વિશ્વાસ નથી આવી રહ્યો કે મારા ઘર પર ડાન્સ પ્રેક્ટિસ ચાલી રહી છે. મેં આજ સુધી મારા મિત્રોના લગ્નમાં ડાન્સ કર્યો છે, પરંતુ અત્યારે લોકો મારા લગ્નમાં પર્ફોર્મન્સ આપવા માટે ડાન્સ નંબર્સની તૈયારી કરી રહ્યા છે. હું તે દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું જ્યારે દિશા મારી પત્ની બનશે’.

લગ્ન બાદ સૌથી મોટો પ્રશ્ન હોય છે હનીમૂનનો. છેલ્લી ઘડીએ બધું નક્કી થયું હોવાથી રાહુલ વૈદ્ય અને દિશા પરમારે હનીમૂન માટે કોઈ ચોક્કસ જગ્યા નક્કી કરી નથી. ‘મને લાગે છે કે અમે અમારા હનીમૂન માટે લોનાવલા જઈશું! કારણ કે, મહામારીના કારણે બહાર ક્યાંય ટ્રાવેલિંગ કરી શકતા નથી. ગંભીરતાથી કહું છું, અમે ક્યાંક જવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ…તો જોઈએ. ફ્લાઈટ્સ શરૂ થઈ છે કે નહીં અને અમને વિઝા મળશે કે કેમ તે અંગે જોવું પડશે. અમે ચોક્કસ સ્થળ નક્કી કર્યું નથી. હાલ તો મારી પ્રાથમિકતા અમારા લગ્ન છે. અમે થોડા સમય બાદ હનીમૂન પર જઈશું. અમે સ્વિત્ઝર્લેન્ડ અથવા ઓસ્ટ્રિયા જેવા યુરોપના કોઈ દેશમાં હનીમૂન પર જઈશું’.
View this post on Instagram
લવ સ્ટોરીની વાત કરીએ તો, રાહુલ અને દિશાની વાતચીત ઈન્સ્ટાગ્રામ પર સપ્ટેમ્બર, 2018માં થઈ હતી અને ખૂબ જલ્દી મિત્રો બની ગયા હતા. તેમણે નવેમ્બર, 2018માં રાહુલના મ્યૂઝિક સિંગલ માટે શૂટિંગ કર્યું હતું. જો કે, રાહુલ વૈદ્યના બિગ બોસના ઘરમાં ગયા બાદ તેને દિશા પ્રત્યેના પ્રેમનો અહેસાસ થયો હતો. સિંગરે નેશનલ ટેલિવિઝન પર દિશાને પ્રપોઝ કર્યું હતું અને તેણે સ્વીકાર પણ કર્યો હતો.
