સમગ્ર વિશ્વ આજેે નવા વર્ષમાં ઇચ્છી રહ્યુ છે કે, જે કોરોના મહામારીએ વર્ષ 2020 ને ખરાબ કર્યુ તે હવે 2021 ને ન કરે. આ વર્ષે લોકોનું સ્વાસ્થ્ય સારુ રહે અને લોકો આ મહામારીથી જલ્દી જ દૂર થઇ શકે. પરંતુ આ વચ્ચે આજે નવા વર્ષની શરૂઆતમાં ફરી એકવાર કોરોનાનો કાળમુખો કહેર જોવા મળી રહ્યો છે.
આજે સમગ્ર વિશ્વમાં કોરોનાનો કોહરામ યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લાં 24 કલાકની વાત કરીએ તો વિશ્વભરમાં 7.32 લાખ કોરોનાનાં નવા કેસ સામે આવ્યા છે. અમેરિકામાં જ છેલ્લા 24 કલાકમાં 2.28 લાખ નવા કેસ નોંધાયા છે. આ દેશમાં સૌથી વધુ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. અહી વધુ 3400+ નાગરિકોનાં મોત નોંધાયા છે. વળી બ્રાઝીલમાં પણ 56 હજાર નવા કેસ નોંધાયા છે. જ્યારે બ્રાઝીલ,મેક્સિકોમાં 1000+ લોકોનાં મોત Covid-19 ના કારણે થયા છે.
તાજેતરમાં UK થી કોરોનાનો નવો સ્ટ્રેન સામે આવ્યો છે. જે બાદથી UK માં નાગરીકોમાં એક ડરનો માહોલ બની ગયો છે. અહી છેલ્લા 24 કલાકમાં 55,900 નવા કેસથી હાહાકાર મચી ગયો છે. UK માં વધુ 964 નાગરિકોનાં મોત નિપજ્યા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
