Not Set/ #CAB પર ઇમરાનનો તંજ, આ છે RSS નો હિન્દુ રાષ્ટ્ર એજન્ડા

નાગરિકતા સુધારણા બિલને લોકસભામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રજૂ કર્યું હતું. લોકસભાનાં ખરડાની તરફેણમાં 311 મતો હતા, જ્યારે 80 સાંસદોએ તેની વિરુદ્ધ મત આપ્યો હતો. લોકસભામાં પાસ થયા બાદ હવે આ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યુ. આ બિલનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. વળી લોકસભામાં નાગરિકતા સુધારણા બિલ પસાર થયા બાદ હવે સરહદ […]

Top Stories World

નાગરિકતા સુધારણા બિલને લોકસભામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રજૂ કર્યું હતું. લોકસભાનાં ખરડાની તરફેણમાં 311 મતો હતા, જ્યારે 80 સાંસદોએ તેની વિરુદ્ધ મત આપ્યો હતો. લોકસભામાં પાસ થયા બાદ હવે આ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યુ. આ બિલનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. વળી લોકસભામાં નાગરિકતા સુધારણા બિલ પસાર થયા બાદ હવે સરહદ પારથી પણ પ્રતિસાદ મળી રહ્યો છે. પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાને પણ આ બિલનો વિરોધ કર્યો છે.

ઇમરાન ખાને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો પણ સખત વિરોધ કર્યો હતો. ત્યારે ભારતે પાકિસ્તાનનાં દરેક દાવપેચને યોગ્ય જવાબ આપ્યો હતો. વળી હવે ઇમરાન ખાને નાગરિકતા સુધારણા બિલ વિરુદ્ધ ટ્વીટ કરીને મોદી સરકાર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર નિશાન સાધ્યું છે. ઇમરાને બિલને બંને દેશો વચ્ચેનાં કરાર વિરુદ્ધ ગણાવ્યું હતું.

ઇમરાને ટ્વિટ કરીને કહ્યું, “અમે ભારતની લોકસભા દ્વારા પસાર કરાયેલા નાગરિકતા બિલનો વિરોધ કરીએ છીએ, આ કાયદો પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય કરાર અને માનવાધિકાર કાયદાઓનું ઉલ્લંઘન કરે છે.” આ RSS નાં હિન્દુ રાષ્ટ્રનો એજન્ડા છે જેને મોદી સરકાર આગળ ધપાવી રહી છે. આ બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવતા હિન્દુ, જૈન, શીખ, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી સમુદાયોનાં શરણાર્થીઓને નાગરિકતા આપવાની જોગવાઈ છે.

અગાઉ, લોકસભામાં બિલ પર ચર્ચા દરમિયાન ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, આ બિલનો દેશમાં વસતા મુસ્લિમો સાથે કોઈ સંબંધ નથી અને ન તો આ બિલ તેમની વિરુદ્ધ છે. આ બિલ ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ત્રાસ આપનારા લોકો માટે સકારાત્મક ભાવના લાવ્યું છે. શાહે કહ્યું કે 1971 થી બાંગ્લાદેશમાં આજ સુધી લઘુમતીઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યા છે. વળી વિરોધી પક્ષો સરકાર પર આરોપ લગાવતા રહ્યા કે આ ખરડા દ્વારા મુસ્લિમો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.