દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સુરક્ષાને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. સીએમ હાઉસના સૂત્ર અનુસાર, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની સુરક્ષામાંથી 4 કમાન્ડોને હટાવી દેવામાં આવ્યા છે. પહેલા 6 કમાન્ડો મળ્યા હતા, પરંતુ 2 દિવસ પહેલા 4 કમાન્ડો પાછા ખેંચવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, અરવિંદ કેજરીવાલને ઝેડ + સિક્યુરિટી મળી છે.
દિલ્હી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની સુરક્ષામાં કોઈ ઘટાડો થયો નથી. દિલ્હી પોલીસનું કહેવું છે કે દિલ્હીના મુખ્યમંત્રી ઝેડ પ્લસ સિક્યુરિટીના પ્રોટેક્ટર છે અને તેમની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો નથી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા છે. જેમાં તેમની સુરક્ષા હેઠળ દિલ્હી પોલીસના 12 કમાન્ડો હંમેશાં તૈનાત છે. ફેબ્રુઆરી 2015 માં મુખ્યમંત્રી બન્યા ત્યારથી આ સુરક્ષા તેમને ઉપલબ્ધ છે.
