ડ્રગ્સના કેસમાં ધરપકડ બાદ મુક્ત થયેલ બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન શુક્રવારે NCB ઓફિસ પહોંચ્યો હતો. બોમ્બે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી જામીનની શરતોમાંની એક આર્યન ખાનને કોર્ટે દર અઠવાડિયે એનસીબી ઓફિસમાં હાજર થવાનું કહ્યું હતું. આ કારણે આર્યન ખાન શુક્રવારે સાપ્તાહિક હાજરી માટે દક્ષિણ મુંબઈમાં NCB ઓફિસ પહોંચ્યો હતો. તેણે શરત મુજબ દર શુક્રવારે NCB કાર્યાલયમાં હાજર રહેવું પડશે.
આ પણ વાંચો : સુષ્મિતા સેનની ઘાયલ સિંહણની જેમ દમદાર વાપસી, જુઓ તમે પણ
તે જ સમયે, આ કેસમાં સ્વતંત્ર સાક્ષી બનેલા પ્રભાકર સેલની NCBની દિલ્હી વિજિલન્સ ટીમ દ્વારા 10 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. એનસીબીના એક અધિકારીએ જણાવ્યું હતું કે શાહરૂખ ખાનના પુત્ર આર્યનના કેસ સાથે સંબંધિત છેડતીના આરોપો અંગે પ્રભાકરની પૂછપરછ કરવામાં આવી છે.
Mumbai | Shah Rukh Khan's son, Aryan Khan appears before Narcotics Control Bureau, to mark his weekly (every Friday) presence before the agency
Mandatory weekly appearance before NCB was one of the conditions set by Bombay HC while granting him bail in drugs-on-cruise case pic.twitter.com/lx61ZSD4jg
— ANI (@ANI) November 12, 2021
આપને જણાવી દઈએ કે ક્રુઝ ડ્રગ્સ કેસમાં NCB દ્વારા આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. તેના જામીન પહેલા મુંબઈની નીચલી અદાલતે અને બાદમાં સેશન્સ કોર્ટે ફગાવી દીધા હતા. આ પછી આર્યન ખાને બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આર્યન 28 દિવસોથી મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ હતો.
આ પણ વાંચો :લગ્નના સમાચારો વચ્ચે વિકી કૌશલના હાથ લાગી નવી ફિલ્મ, આ બે અભિનેત્રીઓ પણ મળશે જોવા
પુણે છાવણી પોલીસ સ્ટેશનની પોલીસે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના સાક્ષી કિરણ ગોસાવીને મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં વર્ષ 2020માં નોંધાયેલા છેતરપિંડીના કેસમાં તેમની કસ્ટડીમાં લીધો છે. માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું કે ગોસાવીને 2018ના અન્ય એક છેતરપિંડીના કેસમાં મંગળવારે અદાલતે ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો.
પુણેના ફરાસખાના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં કોર્ટે ગોસાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો. આરોપ છે કે ગોસાવીએ મલેશિયાના હોટલ ઉદ્યોગમાં નોકરી અપાવવાના નામે ચિન્મય દેશમુખ નામના વ્યક્તિ સાથે 3.09 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
આર્યનને NCB દ્વારા 3 ઓક્ટોબરે મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝમાંથી અટકાયતમાં લેવામાં આવ્યો હતો. આર્યન તેના મિત્રો અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા સાથે NCB દ્વારા ડ્રગ્સ સાથે અટકાયતમાં લેવામાં આવ્યા હતા, બાદમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. આર્યન પર ડ્રગ્સ લેવાનો આરોપ છે. NCB કસ્ટડી પૂરી થયા બાદ આર્યનને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો.
આ પણ વાંચો : જ્હાનવી કપૂરે બિકિની પહેરીને સમુંદરમાં લગાવી આગ, બોલ્ડ ફોટો જોઈને તમે પણ થઈ જશો દિવાના
બીજી તરફ, પૂણે છાવણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં આરોપ છે કે ગોસાવીએ વર્ષ 2020માં મલેશિયામાં નોકરી અપાવવાના નામે ત્રણ લોકોને લગભગ ચાર લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. ગોસાવી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 420 અને 468 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મંગળવારે છાવણી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ગોસાવીની કસ્ટડી માટે કોર્ટમાં અરજી કરી હતી, જે સ્વીકારવામાં આવી હતી.
આ પણ વાંચો : કંગના રનૌત સામે ફરિયાદ, ભીખ માંગવાના નિવેદનને દેશદ્રોહ ગણાવી FIRની માંગ
આ પણ વાંચો :હોલિવૂડ ફિલ્મોની ગાથા બોલિવૂડમાં યથાવત્..
