ઓમિક્રોનનું સંક્રમણ 91 દેશોમાં ફેલાઈ ગયું છે, પરંતુ જે રીતે તે યુરોપમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે, તેનાથી ભારતની ચિંતા વધી રહી છે. નીતિ આયોગનાં સભ્ય વી.કે. પૌલે જણાવ્યું હતું કે, યુરોપમાં ડેલ્ટા વેરિઅન્ટ પર જે ઝડપે તેનું વર્ચસ્વ છે તે ચિંતાજનક છે. તે મહામારીનો નવો તબક્કો દર્શાવે છે. જણાવી દઇએ કે, ડેલ્ટાનો કહેર યુરોપનાં ઘણા દેશો જેમ કે બ્રિટન, ફ્રાન્સ, જર્મની વગેરેમાં પહેલેથી જ ચાલી રહ્યો હતો. હવે ઓમિક્રોનનો વધારો આશંકા પણ વધારી રહ્યો છે કે તે પહેલાથી મેળવેલ રોગપ્રતિકારક શક્તિને બેઅસર કરી રહ્યું છે.

આ પણ વાંચો – ઠંડીનો ચમકારો / રાજ્યનું આ શહેર બન્યુ સૌથી ઠંડુગાર, વહેલી સવારે ચા ની ચુસ્કી લેતા જોવા મળ્યા લોકો
ઓમિક્રોન વેરિયન્ટ્સથી કોરોના સંક્રમણ અત્યાર સુધીમાં 91 દેશોને ઘેરી ચુક્યું છે. ભારતમાં પણ અત્યાર સુધીમાં 11 રાજ્યોમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 113 પર પહોંચી ગઈ છે. આ સાથે યુરોપમાં ઝડપથી ફેલાતા ભારતની ચિંતાઓ પણ વધી રહી છે. નીતિ આયોગનાં સભ્ય વી.કે. પૌલે ચેતવણી આપી છે કે યુરોપમાં ડેલ્ટા વેરિઅન્ટ પર ઓમિક્રોન જે ઝડપે પ્રભુત્વ ધરાવે છે તે ચિંતાજનક છે. આ કોરોના મહામારીનાં નવા તબક્કાની શરૂઆત હોઈ શકે છે. નીતિ આયોગનાં સભ્યએ આરોગ્ય મંત્રાલયની સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, બ્રિટનમાં કેસ ઝડપથી વધી રહ્યા છે. કુલ 80-90 હજાર કેસ છે અને જો આપણે ભારતની વસ્તીનાં દૃષ્ટિકોણથી બ્રિટનની વસ્તીને જોઈએ, તો તે દરરોજ 14-15 લાખ નવા સંક્રમણ સમાન છે. નોંધપાત્ર વાત એ છે કે ભારતમાં બીજી લહેરમાં દરરોજ ચાર લાખ કેસ આવી રહ્યા હતા. તેવી જ રીતે, ફ્રાન્સમાં 80 ટકા લોકોને રસી આપવામાં આવી છે, પરંતુ ત્યાં કેસ ઝડપથી વધી રહ્યા છે. જો આપણે ભારતીય વસ્તીનાં પ્રમાણ પર નજર કરીએ તો દરરોજ 13 લાખ જેટલા કેસ સામે આવે છે.

આ પણ વાંચો – પદયાત્રા / કોંગ્રેસની અમેઠીમાં શનિવારે પદયાત્રા,પ્રિયંકા ગાંધી સાથે રાહુલ ગાંધી પણ યાત્રામાં જોડાશે…
એ જ રીતે, નોર્વેમાં કેસ ઝડપથી વધ્યા છે અને નવા સંક્રમણમા 18 ટકા સંક્રમણ ઓમિક્રોનનાં જોવા મળ્યા છે. યુરોપમાં જે રીતે સંક્રમણ વધી રહ્યો છે, તે મહામારીનાં નવા તબક્કા તરફ સંકેત આપી રહ્યું છે. જો કે અત્યાર સુધી સંક્રમણ હળવું હોવાનું જાણવા મળે છે, જેના કારણે આરોગ્ય તંત્રની સામે સંકટ ઉભું થયું નથી, પરંતુ તેમ છતાં આ સ્થિતિ ચિંતાજનક છે. આપને જણાવી દઈએ કે, બ્રિટનમાં સતત ત્રીજા દિવસે કોરોનાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. બ્રિટિશ સરકારનાં જણાવ્યા અનુસાર, શુક્રવારે 93,045 નવા કેસ નોંધાયા છે, જ્યારે એક દિવસમાં મૃત્યુઆંક 111 પર પહોંચી ગયો છે. એક દિવસ પહેલા બ્રિટનમાં 88 હજાર કેસ હતા.
