રાજકોટ/ રમવાની ઉંમરે રાજકોટના આ બાળકે ઘર આંગણે બનાવ્યું ગાર્ડન…..

ઓનલાઈન ક્લાસ દરમિયાન મળેલ સમય દરમિયાન એકપણ રૂપિયાના ખર્ચ વગર તેણે ઘર આંગણે બનાવી દીધો 300 છોડના ગાર્ડન અને ફ્રી નર્સરી બનાવી દીધી  છે

Gujarat Rajkot

  આજે  મોટા ભાગ ના  બાળકો પોતાનો  સમય  મોબાઈલ પાછળ  કાઢતા હોય છે .  મોટાભાગના  લોકોની  આ ફરિયાદ હોય છે ત્યારે  રાજકોટનો માત્ર 13 વર્ષનો નિસર્ગ ત્રિવેદી આટલી નાની ઉંમરે કામ કરી રહ્યો છે. ઓનલાઈન ક્લાસ દરમિયાન મળેલ સમય દરમિયાન એકપણ રૂપિયાના ખર્ચ વગર તેણે ઘર આંગણે બનાવી દીધો 300 છોડના ગાર્ડન અને ફ્રી નર્સરી બનાવી દીધી  છે .

રાજકોટ શહેરના માલવિયા નગર વિસ્તારમાં રહેતા એક 13 વર્ષીય બાળકે લોકડાઉન દરમિયાન સમયનો સદુપયોગ કરી રોજિંદા વપરાશની વેસ્ટ  પ્લાસ્ટિકની કોથળીઓમાં વિવિધ પ્રકારના રોપાઓ વાવ્યા હતા, એટલું જ નહીં આ રોપાનો ઉછેર કરીને સગા-સંબંધીઓમાં વિનામૂલ્યે વિતરણ કરી સમાજને એક નવો રાહ ચીંધ્યો છે, જેનુ નામ છે નિસર્ગ ત્રિવેદી અને તે 7 માં ધોરણમાં અભ્યાસ કરે છે.

13 વર્ષના સામાન્ય છોકરાઓ પતંગિયાની પાછળ દોડવાની મનોકામના સેવતા હોય છે. ત્યારે અન્ય સામાન્ય છોકરાઓ લોકડાઉનના સમયમાં ટાઇમપાસ માટે જે-જે પ્રવૃત્તિઓ કરતા હોય, તેવી એકેય પ્રવૃત્તિમાં વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર પિતાના સંતાન એવા નિસર્ગને રસ નહોતો પડતો. આથી વારસામાં મળેલા પર્યાવરણ પ્રત્યે લગાવને અનુરૂપ નિસર્ગે પર્યાવરણના જતન માટે કંઈક અનોખું કરવા અંગે વિચાર્યું હતું .

હાલ નિસર્ગે ઘરના આંગણામાં જ પતંગિયા માટે બગીચો તૈયાર કર્યો છે, જેમાં જીનીયા, ઘુઘરો, કોસમોસ, દેશી ગલગોટા, કીડામારી, લજામણી, કોયલવેલ, અંજીર,ગોરસ આંબલી, પારિજાત, પાંડવ કૌરવ વેલ, કાંચનાર, પીલુડી, અરડુસી, સાગ, શેતુર, ઈકઝોરા, ટીકોમા, તુલસી ઉપરાંત શાકભાજીના 300 થી વધુ રોપાઓ તૈયાર કર્યા છે. મહત્વનું છે કે,નિસર્ગે જુદા-જુદા આયુર્વેદિક છોડવાનું પણ વાવેતર કર્યું છે, અને આયુષ આયુર્વેદિક નર્સરી તૈયાર કરી છે.