આઈપીએલ 2021 માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સીઝનની 19 મી મેચમાં રમાઇ. મેચ મુંબઇનાં વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. વળી આરસીબી સીઝનમાં તેની એક પણ મેચ હારી નથી, તો બીજી તરફ સીએસકે સતત ત્રણ મેચ જીતીને આરસીબી સમક્ષ આવી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ધોનીની ટીમે 191 રન બનાવ્યા હતા, જેનો પીછો કરતા વિરાટ ટીમ માત્ર 122 રન જ બનાવી શકી હતી.
All Over: A comprehensive win for @ChennaiIPL as they beat #RCB by 69 runs and also end their four-match unbeaten streak in #IPL2021.#CSK take the No. 1 spot in the table now. https://t.co/wpoquMXdsr #CSKvRCB #VIVOIPL pic.twitter.com/r1zCPv8mub
— IndianPremierLeague (@IPL) April 25, 2021
આપને જણાવી દઇએ કે, આજે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી પહેલા રવિન્દ્ર જાડેજાએ તાબડતોડ બેટિંગ કરી અને બાદમાં આક્રમક બોલિંગ કરી RCB ને ટૂર્નામેન્ટની પહેલી હારનો સ્વાદ ચખાડ્યો હતો. જણાવી દઇએ કે, આ મેચમાં બાપુ એવા જામ્યા કે એક સમયે એવુ લાગવા લાગ્યુ કે, અહી મેચ ચેન્નાઈ-બેગ્લુરુની નહી પણ બેગ્લુંરુ-જાડેજા વચ્ચે હોય તેવુ લાગ્યુ હતુ. આપને જણાવી દઇએ કે, ચેન્નાઈ સુપર કિંગ્સે પહેલા ટોસ જીતી બેટિંગનો નિર્ણય કર્યો હતો, જે બાદ તેણે નિર્ધારિત 20 ઓવરમાં RCB ને 192 નો લક્ષ્ય આપ્યો હતો. જેના જવાબમાં RCB માત્ર 122 રન જ બનાવી શકી હતી. બેટથી ધમાકો કર્યા બાદ રવિન્દ્ર જાડેજાએ બોલિંગમાં પણ પોતાની શક્તિ બતાવી અને વોશિંગ્ટન સુંદરને પેવેલિયન પરત કર્યો હતો. વોશિંગ્ટન સુંદરએ 11 બોલમાં 7 રન બનાવ્યા હતા. ત્યાર બાદ રવિન્દ્ર જાડેજાએ સુંદર પછી ગ્લેન મેક્સવેલ અને ડેવિલિયર્સને પોતાનો શિકાર બનાવ્યો હતો. ઇનિંગ્સની 9 મી ઓવરમાં સર્વશ્રેષ્ઠ લયમાં જોવા મળેલો મેક્સવેલ 15 બોલમાં 22 રન બનાવીને આઉટ થયો હતો.
He is here. He is there. @imjadeja is everywhere.
A direct hit and Christian is run out
Bowls a beauty that crashes into ABD's middle stump.
Jadeja has 3 wickets from 3 overs!https://t.co/wpoquMXdsr #CSKvRCB #VIVOIPL pic.twitter.com/Y10kHEqb7m— IndianPremierLeague (@IPL) April 25, 2021
આપને જણાવી દઇએ કે, ચેન્નાઇ સુપર કિગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 192 રનનો લક્ષ્યાંક આપ્યો છે. સીએસકે તરફથી રવિન્દ્ર જાડેજાએ તોફાની ઇનિંગ રમતા અણનમ 62 રન બનાવ્યા હતા. ખાસ કરીને અંતિમ ઓવર્સમાં જાડેજાએ તોફાની બેટિંગ કરતા ટીમનાં સ્કોરને 191 સુધી પહોંચાડ્યુ હતુ. તેણે અંતિમ ઓવરમાં 37 રન ફટકારી વિરાટ કોહલીને પણ પરસેવો લાવી દીધો હતો. અંતિમ ઓવરમાં જાણે જાડેજાએ વિચાર્યુ હોય કે એક પણ બોલ મેદાનમાં નહી પણ મેદાનની બહાર જ જવો જોઇએ, તેમ તેણે બેક ટૂ બેક સિક્સર ફટકારી આરસીબીનાં ફેન્સને દુઃખી જ્યારે સીએસકેનાં ફેન્સને નાચવાની તક આપી હતી.

બીજી તરફ અંતિમ ઓવરમાં ઝડપથી રન બનાવવાનાં પ્રયત્નમાં અંબાતી રાયડુએ તેની વિકેટ ગુમાવી હતી. 18 મી ઓવરનાં ત્રીજા બોલ પર તે હર્ષલ પટેલનો શિકાર બન્યો હતો. તેણે 7 બોલમાં 14 રન બનાવ્યા હતા. વળી રૈના 24 રન બનાવીને આઉટ થયો હતો. રૈનાએ 18 બોલમાં 3 છક્કા અને એક ચોક્કાની મદદથી 24 રન બનાવ્યા હતા. હર્ષલ પટેલે તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. પટેલે આગલી બોલ પર ફાફ ડુ પ્લેસિસને પણ પેવેલિયન પરત કર્યો હતો. ફાફ ડુ પ્લેસીસ 50 રનમાં આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિગ્સમાં 5 ચોક્કા અને એક છક્કો ફટકાર્યો હતો. સારી શરૂઆત બાદ ચેન્નાઈ સુપર કિંગ્સને 10 મી ઓવરનાં પહેલા બોલ પર પહેલો ઝટકો લાગ્યો હતો. ઋતુરાજ ગાયકવાડ 25 બોલમાં 33 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. યુઝવેન્દ્ર ચહલે તેને પોતાનો શિકાર બનાવ્યો હતો.

આરસીબી તરફથી હર્ષલ પટેલે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. આઈપીએલનાં ઇતિહાસની વાત કરીએ તો, મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) નું પલડુ કોહલીની સેના સામે ભારે રહ્યુ છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 26 મેચ રમાઇ છે, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 16 મેચ જીતી છે. વળી, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) એ 9 મેચ જીતી છે. આ કિસ્સામાં આ આંકડા ચેન્નાઈની તરફેણમાં છે. પરંતુ કોહલીની આરસીબી આ સીઝનમાં ખતરનાક રીતે રમી રહી છે. તેમની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ, ત્રણેય ખૂબ જ મજબુત લાગી રહ્યા છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર:
વિરાટ કોહલી (કેપ્ટન), દેવદત્ત પડ્ડિકલ, એબી ડી વિલિયર્સ, ગ્લેન મેક્સવેલ, વોશિંગ્ટન સુંદર, ડેનિયલ સિમ્સ, કાયલ જેમ્સન, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, યુઝવેન્દ્ર ચહલ
ચેન્નાઈ સુપર કિંગ્સ:
એમએસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), ફાફ ડુપ્લેસી, રિતુરાજ ગાયકવાડ, સુરેશ રૈના, અંબાતી રાયડુ, સૈમ કરણ, રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, શાર્દુલ ઠાકુર, દિપક ચહર, ઇમરાન તાહિર

