કોંગ્રેસ પાર્ટીમાંથી તાજેતરમાં જ પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબીન આઝાદે હાથ છોડી દીધો હતો. મોટા સમાચાર આવી રહ્યા છે કે કોંગ્રેસને વધુ એક ઝટકો આપતા જમ્મુ-કાશ્મીરના પૂર્વ ઉપમુખ્યમંત્રી તારા ચંદ સહિત 64 નેતાઓએ ગુલામ નબી આઝાદના સમર્થનમાં પાર્ટીમાંથી રાજીનામાની જાહેરાત કરી છે.
અહેવાલો અનુસાર, કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા આ તમામ 64 નેતાઓએ ગુલામ નબી આઝાદની આગેવાની હેઠળના જૂથમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. આ તમામે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને સંયુક્ત રાજીનામું સોંપ્યું છે.
કોંગ્રેસને વધુ ફટકો પડશેઃ આઝાદ
જમ્મુ-કાશ્મીરના પૂર્વ ઉપમુખ્યમંત્રી તારાચંદ સહિત ઘણા મોટા નેતાઓના રાજીનામા પર ગુલામ નબી આઝાદની પ્રતિક્રિયા આવી છે. આઝાદે કહ્યું, “દરેક વ્યક્તિએ મારા માટે રાજીનામું આપ્યું છે. દરેક મારી સાથે છે. કોંગ્રેસને વધુ આંચકાઓનો સામનો કરવો પડશે.”

આ પણ વાંચો: કોરોના કાળમાં પોતાના જીવની ચિંતાને બાજુ પર મૂકી લોકોના સ્વાસ્થ્ય માટે સતત દોડતી આશા વર્કર પોતાના હક્ક માટે મજબૂર
