Bollywood/ બિગ બોસ મરાઠી ફેમ એક્ટ્રેસ હિના પાંચાલની ધરપકડ, રેવ પાર્ટીમાં લીધો ભાગ

મહારાષ્ટ્ર પોલીસે તાજેતરમાં નાસિકના ઇગતપુરીમાં એક રેવ પાર્ટી પર દરોડો પાડ્યા હતા. આ પાર્ટીમાં ડ્રગ્સ લેતા 22 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Entertainment

મહારાષ્ટ્ર પોલીસે તાજેતરમાં નાસિકના ઇગતપુરીમાં એક રેવ પાર્ટી પર દરોડો પાડ્યા હતા. આ પાર્ટીમાં ડ્રગ્સ લેતા 22 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. આમાં બિગ બોસ મરાઠીની ફેમ એક્ટ્રેસ હિના પાંચાલ પણ શામેલ છે. વિદેશી મહિલાની સાથે મરાઠી અને દક્ષિણ અભિનેત્રીની સાથે બે મહિલા કોરિયોગ્રાફર્સની પણ ધરપકડ કરવામાં આવી છે.

અહેવાલો અનુસાર ધરપકડ સમયે આ બધા નશામાં ધૂત હતા. પોલીસે પાર્ટીમાંથી કેમેરા, કોકેન, હુક્કા અને રોકડ રકમ કબજે કરી હતી. આ પાર્ટીઓમાં આ ડ્રગ્સનો જંગી જથ્થો ક્યાંથી આવ્યો તે જાણવા પોલીસ પ્રયાસ કરી રહી છે. તેની તપાસ માટે નાસિક પોલીસની એક ટીમ મુંબઇ પહોંચી છે. પોલીસનું માનવું છે કે આ રેવ પાર્ટી એક મોટા ડ્રગ રેકેટનો પર્દાફાશ કરશે.

આ પણ વાંચો : નાની આનંદીને જોઈને દિલ હારી જશો તમે તમારું, બાલિકા વધુ 2નું ટીઝર થયું રિલીઝ

કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ લોકોએ શુક્રવારે સવારે મિત્રનો જન્મદિવસ મનાવવા ઇગતપુરીના સ્કાય તાજ વિલામાં ચેક-ઇન કર્યું હતું. જ્યાં 12 વાગ્યે કેક કાપવામાં અવી હતી. બીજે દિવસે શનિવારની રાતે રેવ પાર્ટી શરૂ થઈ. આ જ પાર્ટીમાં મરાઠી અભિનેત્રી હિના પાંચાલ પણ તેના મિત્રો સાથે હાજર હતી.

આ પણ વાંચો :પર્લ વી પુરીએ રેપનાં આરોપ પર તોડ્યું મૌન, કહ્યું – પિતાને ગુમાવ્યા, માતાને કેન્સર અને એક રાતમાં…

કોણ છે હિના પાંચાલ

આપણે જણાવી દઈએ કે હિના પંચાલ એ અભિનેત્રી છે જે હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ માટે જાણીતી છે. 2019 માં તેણે બિગ બોસ મરાઠીમાં ભાગ લીધો હતો. હિનાનાં બે આઈટમ સોંગ્સ ‘બલમ બંબઈ’ અને ‘બેવડા જાલો મેં ટાઇટ’થી હિટ બની હતી. તે ગયા વર્ષે પારસ છાબરાના સ્વયંવર રિયાલિટી શો ‘મુઝસે શાદી કરોગે’ ની સ્પર્ધક તરીકે પણ આવી હતી.

આ પણ વાંચો :અનુપમા ના સેટ પર પુત્રવધૂને સરપ્રાઈઝ આપવા પહોંચ્યા મિથુન ચક્રવર્તી, શું તમે જાણો છો તે કોણ છે?