કૃષિ આંદોલન/ પંજાબમાં પંચાયતનું વિચિત્ર ફરમાન, દરેક ઘરનો એક સભ્ય દિલ્હી બોર્ડર પર પહોંચે નહીં તો થશે 1500નો દંડ

પંજાબના ભટિંડા જિલ્લાના વિર્કખુરદ ગ્રામ પંચાયતએ આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં એક વિચિત્ર ફરમાન સમજાવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે ગામની દરેક વ્યક્તિ પરીવારમાંથી એક

Top Stories India
1

પંજાબના ભટિંડા જિલ્લાના વિર્કખુરદ ગ્રામ પંચાયતએ આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં એક વિચિત્ર ફરમાન સમજાવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે ગામની દરેક વ્યક્તિ પરીવારમાંથી એક સભ્યને તરત જ દિલ્હી બોર્ડર પર મોકલો, નહિતર તેના પર 1500 રૂપિયા દંડ લાગુ કરવામાં આવશે અને સામાજિક બહિષ્કાર પણ કરવામાં આવશે. આ માત્ર એક ગામની કહાની નથી પરંતુ પંજાબના અન્ય ગામોમાં પંચાયતો દ્વારા આ પ્રકારના પ્રસ્તાવ પસાર કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

Rajkot / ચાર રાજ્યોમાં ફિલ્મી સ્ટાઇલમાં લૂંટ ચલાવનાર નાયડુ ગેંગની શાપર થી ઝડપ,રૂરલ પોલીસને સફળતા

26 જાન્યુઆરીએ દિલ્હીમાં થયેલી હિંસા અને ત્યારબાદ સરકાર ના કડક વલણને ધ્યાનમાં લઇને ખેડૂતો હવે ઘરે પરત ફરવા લાગ્યા છે. એવામાં આંદોલન કરી રહેલા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે જ્યારે તેની વચ્ચે ગ્રામ પંચાયતોએ મોરચો સંભાળ્યો છે. ગુરુદ્વારા માંથી પણ એવા એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યા છે કે મોરચો હજુ પણ ચાલુ જ છે તમામ લોકો દિલ્હી પહોંચો અને કોઈપણ પ્રકારની અફવા પર ભરોસો ન કરો.

કૃષિ આંદોલન / સિંઘુ બોર્ડર પર હોબાળો, એસએચઓ સહિત 5 પોલીસકર્મી ઘાયલ, પોલીસે પરિસ્થિતિનો સામનો કરવા બળનો ઉપયોગ કર્યો

વેબ ખુરદ ગ્રામ પંચાયતના ફરમાનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આંદોલનમાં જોડાનારા સભ્યને ત્યાં ઓછામાં ઓછા સાત દિવસ રોકાવું પડશે. આંદોલન દરમ્યાન કોઈના વાહનને નુકસાન પહોંચે છે તો તે નુકસાનની ભરપાઈની સંપૂર્ણ જવાબદારી ગામની રહેશે. ભારતીય કિસાન મોરચાના દ્વારા લોકો સુધી પહોંચવા માટે સોશિયલ મીડિયાનો સહારો લેવામાં આવી રહ્યો છે અને અપીલ કરવામાં આવી રહી છે કે ગામના ગુરુદ્વારા માંથી પણ એનાઉન્સમેન્ટ કરવામાં આવે કે દિલ્લી બોર્ડર પર આંદોલનના મનોજ ફરીથી લાગી ચૂક્યા છે અને સૌ શાંતિથી ધરણા પર બેસી ગયા છે. ટીવીમાં એવી ખબર દર્શાવવામાં આવી રહી છે કે આંદોલનકારીઓ પરત ફરી રહ્યા છે તે અફવા છે અને તેના કરતાં વિપરીત ચિત્ર છે અહીં ભીલ બમણી થઈ ગઈ છે. દિલ્હીમાં ઇન્ટરનેટ બંધ છે નહિતર આ પરિસ્થિતિમાં હાલત વધારે બગડી જવાની શક્યતા હતી.

Budget / સંસદમાં રજૂ થયું આર્થિક સર્વે, નાણાકીય વર્ષ 22 માં GDPગ્રોથ 11% હોવાનો અંદાજ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…