ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં મળેલી પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થયા અનુસાર જામનગર જિલ્લા પંચાયત અને તેમજ સિક્કા નગરપાલિકાના ઉમેદવારોની ફાઈનલ કરવામાં આવેલી યાદી જાહેર કરવામાં આવી છે.
જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠક માટે ના ઉમેદવારોના નામની યાદી ભાજપ કર્યાલય ખાતેથી જાહેર કરવામાં અવી છે. જામનગર જીલ્લા પ્રમુખ દ્વારા આ યાદી જાહેર કરવામાં આવી છે. ગતટર્મમાં વિપક્ષ નેતા રહેલા હસમુખ કણજારીયાને ધુવાવ સીટ પરથી રીપીટ કરવામાં આવ્યા છે. પૂર્વ ધારાસભ્ય મેઘજી ચાવડાના પત્ની ગોમતીબેનને નવાગામ અનામત સીટ પરથી ઉમેદવાર ઘોષિત કરાયા છે.

સાથે જ જામનગરના સિક્કા ન.પા.ના ભાજપ ઉમેદવારોની યાદી પણ જાહેર કરવામાં આવી છે. આ યાદી પણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી જીલ્લા પ્રમુખ દ્વારા જાહેર કરવામાં આવી છે. સિક્કા નગરપાલિકામાં છે 7 વોર્ડ અને 28 ઉમેદવાર ની યાદી જાહેર કરવામાં આવી છે.

Business / અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા સંસદીય સમિતિની ભલામણ, વાહનો પર જીએસટી ઘટાડો
Campaign / 6 મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવારો સંકલ્પ લઇ કરશે પ્રચારના શ્રી ગણેશ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
