મતગણતરી / જામનગરમાં ભાજપનો કેસરિયો લહેરાયો, બસપા 3 બેઠકો જીતવામાં સફળ, કોંગ્રેસને મળી…

ગુજરાતમાં છ મહાનગર પાલિકાનાં ચૂંટણી પરિણામો આજે એટલે કે મંગળવારે (23 ફેબ્રુઆરી) આવી રહ્યા છે. રવિવારે અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર અને રાજકોટ બેઠકો પર મતદાન યોજાયું હતું. હવે સૌની નજર જામનગરનાં પરિણામો ઉપર છે. 64 બેઠકો પર ચૂંટણીનો જંગ ખેલાયો હતો, જેમા ભાજપ હાલમાં આગળ છે.

મતગણતરી: વડોદરામાં અત્યાર સુધીનાં વલણોમાં ભાજપ દેખાઇ રહ્યુ છે આગળ

Update :

Total -64

ભાજપ -51

કોંગ્રેસ -10

બસપા -03

ભાવનગરની તમામ બેઠકોનું પરિણામ આવી ગયુ છે. જેમા કુલ 64 બેઠકોમાંથી ભાજપને ફાળે 51, કોંગ્રેસને 10 ત્યારે બસપાને 3 બેઠકો મળી છે. 

 • વોર્ડ નંબર 5 મા ભાજપની પેનલ
 • વોર્ડ નંબર 9મા ભાજપની પેનલ
 • વોર્ડ નંબર 13મા 3 ભાજપ 1 કોંગ્રેસ..
 • વોર્ડ નંબર 1 કોંગ્રેસની પેનલ
 • વોર્ડ નંબર 6મા ભાજપ 1, 3 બસપા..
 • વોર્ડ નંબર 14 ભાજપની પેનલ
 • વોર્ડ નંબર 7 ભાજપની પેનલ
 • વોર્ડ નંબર 2 મા ભાજપની પેનલ..
 • વોર્ડ નંબર 10મા ભાજપની પેનલ
 • વોર્ડ નંબર 8મા ભાજપની પેનલ..
 • વોર્ડ નંબર 11 ભાજપની પેનલ
 • વોર્ડ નંબર 15મા 3 ભાજપ 1 કોંગ્રેસ.
 • વોર્ડ નંબર 3 મા ભાજપની પેનલ
 • વોર્ડ નંબર 16મા ભાજપની પેનલ
 • વોર્ડ નંબર 4મા ભાજપના ત્રણ અને કોંગ્રેસ ના એક ઉમેદવાર નો વિજય
 • વોર્ડ નંબર 12મા કોંગ્રેસની પેનલ

જામનગર વોર્ડ નંબર 1 માં કોંગ્રેસ ના ચારેય ઉમેદવારો નો વિજય

વોર્ડ નંબર 7માં ભાજપ પેનલની જીત, ગોપાલ સોરઠીયાનો વિજય

મળી રહેલી માહિતી અનુસાર, જામનગરમાં ભાજપ 42 અને કોંગ્રેસ 19 બેઠકો સાથે આગળ છે. વળી હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, વોર્ડ નંબર 9માં ભાજપનાં ચારેય ઉમેદવારો ધર્મીના સોઢા, કુસુમ પંડ્યા, ધીરેન મોનાણી અને નિલેશ કગથરાનો વિજય થયો છે. જ્યારે જામનગર વોર્ડ નંબર 1 કોંગ્રેસનાં ગઢમાં કોંગ્રેસનાં ચારેય ઉમેદવારો નૂર મામદ પલેજા, સમજું બહેન પારિયા, ઝુંબેદા નોતીયાર અને કાસમ જોખિયાનો વિજય થયો છે. વોર્ડ નંબર 6 જે ભાજપનું ગઢ છે, જ્યા બસપાનાં ત્રણ ઉમેદવારોએ સીટ કબ્જે કરી છે. બસપાનાં રાહુલ રાયધન, ફુરકાન શેખ,જયોતીબેન ભારવાડીયાનો વિજય થયો છે, જ્યારે ભાજપનાં જયુબા ઝાલા વિજેતા થયા છે. વોર્ડ નંબર 14 માં ભાજપ ના ચારેય ઉમેદવારો શારદાબેન વિંઝુડા, લીલાબેન ભદ્રા, જીતેશ સિંગાળા અને મનીષ કટારીયાનો વિજય થયો છે.

મતગણતરી: સુરતમાં AAP ની એન્ટ્રી, જાણો કયા વોર્ડમાં મેળવ્યો વિજય?

આપને જણાવી દઇએ કે, જામનગરનાં વોર્ડ નંબર 7 માં ભાજપનાં ચારેય ઉમેદવારો ગોપાલ સોરઠીયા, અરવિંદ સભાયા, પ્રભાબેન ગોરેચા અને લાભુબેન બંધિયાનો વિજય થયો છે. જણાવી દઇએ કે, ગોપાલ સોરઠીયાનો આકસ્મિક અકસ્માત થતા સોશિયલ મીડિયાનાં માધ્યમથી પ્રચાર કર્યો હતો.

મતગણતરી: અમદાવાદમાં અત્યાર સુધીનાં વલણોમાં ભાજપ આગળ

ઉલ્લેખનીય છે કે, 6 મનપાની ચૂંટણીમાં સરેરાશ 46.08 ટકા મતદાન થયું છે. જેમાં અમદાવાદમાં 42.51 ટકા મતદાન થયું હતું. રાજકોટમાં 50.72 ટકા મતદાન થયું હતું. જામનગરમાં 53.38 ટકા મતદાન થયું હતું. સુરતમાં 47.14 ટકા મતદાન થયું હતું. વડોદરામાં 47.84 ટકા મતદાન થયું હતું. ભાવનગરમાં 49.46 ટકા મતદાન થયું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery