વિસ્ફોટ/ ઈન્દોરમાં બોમ્બ બ્લાસ્ટ, 2 લોકોના મોત અને 14 ઘાયલ, વિસ્તારમાં ફેલાયો ભયનો માહોલ

ઈન્દોરથી મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં બેરછા વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટ થયો છે. જેમાં બે લોકોના મોત થયા હતા અને એક ડઝન ઘાયલ થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરસ્પર વિવાદને કારણે કોઈએ ભીડની વચ્ચે આ બોમ્બ ફેંક્યો હતો.

Top Stories India
બોમ્બ બ્લાસ્ટ

મધ્યપ્રદેશના ઈન્દોરથી સ્વતંત્રતા દિવસના દિવસે એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. અહીં મહુના બેરછામાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં બે લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે 14 લોકો ઘાયલ થયા છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. તે જ સમયે, સ્થાનિક લોકોની મદદથી, પોલીસે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. જણાવી દઈએ કે ઘાયલોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

બે પક્ષો વચ્ચેના વિવાદ બાદ થયો હતો બોમ્બ વિસ્ફોટ

હકીકતમાં, આ ભયાનક ઘટના સ્વતંત્રતા દિવસના થોડા કલાકો પહેલા 14 ઓગસ્ટની મોડી રાત્રે બની હતી. જ્યાં ઈન્દોર જિલ્લાના બડગોંડ પોલીસ સ્ટેશન વિસ્તારના બેરછા વિસ્તારમાં બે પક્ષો વચ્ચે વિવાદ બાદ બોમ્બ વિસ્ફોટ થયો હતો. જે બાદ નાસભાગ મચી ગઈ હતી. તણાવને જોતા ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ આ મામલાની તપાસમાં લાગી ગઈ છે.

પોલીસે જણાવ્યું કે બોમ્બ શા માટે અને કોણે ફેંક્યો

ઘટનાની માહિતી આપતા, કેસની તપાસ દરમિયાન સ્થળ પર પહોંચેલા ઇન્દોરના એસએસપી શશિકાંત કાંકણેએ જણાવ્યું કે આ ઘટના બે જૂથો વચ્ચેના પરસ્પર વિવાદ દરમિયાન બની હતી. તેમાંથી એક બાળકે વિસ્ફોટક સામગ્રી ફેંકી અને વિસ્ફોટ થયો. જેમાં એક યુવકનું મોત થયું હતું અને એક ડઝન લોકો ઘાયલ થયા હતા. જો કે મીડિયામાં બે લોકોના મોતના સમાચાર છે.

આ પણ વાંચો:કિસાન મહાપંચાયતમાં રાકેશ ટિકૈતે ગર્જ્યા – મોદી સરકાર કરી રહી છે મનમાની, ખેડૂતો આંદોલન માટે ટ્રેક્ટર તૈયાર કરો

આ પણ વાંચો:ભારતમાં 24 કલાકમાં કોરોનાના 14,917 નવા કેસ, સતત બીજા દિવસે નવા કેસમાં ઘટાડો

આ પણ વાંચો: CM ભુપેન્દ્ર પટેલે મોડાસામાં લહેરાવ્યો રાષ્ટ્રધ્વજ, કહ્યું- PMના વિકાસના સંકલ્પોને અમે આગળ વધારી રહ્યાં છીએ