વલસાડ/ બુટલેગરો બન્યા બેફામ, પોલીસ પર ગાડી ચડાવી મારી નાખવાનો પ્રયાસ

પોલીસ જવાને કારના બોનેટ ઉપર વાઈપર પકડી લટકી ગયા હતા. કારના ચાલકે પોતાની કાર સિવિલ રોડ ઉપર હંકારી મૂકી હતી. સર્કિટ હાઉસના બીજા ગેટ સુધી જયંતિભાઈને કારના બોનેટ ઉપર રાખી કારના ચાલકે કારને હંકારી મૂકી હતી.

Gujarat Others
કોન્સ્ટેબલ બુટલેગરો બન્યા બેફામ, પોલીસ પર ગાડી ચડાવી મારી નાખવાનો પ્રયાસ

સંઘપ્રદેશ દમણથી બુટલેગરો દ્વારા ગુજરાત માં દારૂ ઘૂસાડવાના અનેક પ્રયાસો કરવામાં આવે છે.  જેમાં તેઓને હવે પોલીસનો ડર નથી રહ્યો તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. દારૂ ઘૂસાડવા માટે પોલીસને પણ મારી નાખવાના પ્રયાસો હવે થઇ રહ્યા છે. જી હા વાત છે… વલસાડની કે જ્યાં વલસાડ સીટી પોલીસના પોલીસ  કોન્સ્ટેબલ પર પ્રાણ ઘટક હુમલો કરવામાં આવ્યો હતો.

કોન્સ્ટેબલ જયંતીભાઈ ગનાભાઈએ ધરમપુર ચોકડી પાસે બાતમીના આધારે એક કાર ન.GJ-05-CP-7302ને અટકાવી ચેક કરતા કારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કારને સીટી પોલીસ મથકે લાવવામાં આવી રહી હતી. સીટી પોલીસ મથક સામેથી કારના ચાલકે પકડાઈ જવાની બીકે કારને સર્કિટ હાઉસ તરફ હંકારી મૂકી હતી. પોલીસ જવાન જયંતિભાઈએ સરકારી ગાડીમાં સર્કિટ હાઉસ પાસે ટ્રાફિક સિગ્નમાં ઉભેલી દારૂ ભરેલી કારના ચાલકને અટકાવવાનો ઈશારો કરતા કારના ચાલકે જયંતીભાઈ ઉપર કાર ચઢાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ જવાને કારના બોનેટ ઉપર વાઈપર પકડી લટકી ગયા હતા. કારના ચાલકે પોતાની કાર સિવિલ રોડ ઉપર હંકારી મૂકી હતી. સર્કિટ હાઉસના બીજા ગેટ સુધી જયંતિભાઈને કારના બોનેટ ઉપર રાખી કારના ચાલકે કારને હંકારી મૂકી હતી. અચાનક બ્રેક મારી જયંતિભાઈને રોડ ઉપર પટકાવી કારનો ચાલક દમણ તરફ કાર લઈ ભાગી ગયો હતો. બનાવની જાણ સીટી પોલીસની ટીમને અને પોલીસ જવાનોને થતા જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી હતી. જેમાં કારના ચાલકને અને તેના સાથીને ઝડપી પાડવામાં આવ્યો હતો.વલસાડ સીટી PI વિક્રમસિંહ મોરીએ કારનો ચાલક વિરૂદ્ધ 307, 333,186 અને 114 મુજબ ફરિયાદ નોંધાવી હતી. સીટી પોલીસ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પારદર્શી વહીવટ..! / હવે મંત્રીઓની જેમ અધિકારીઓ માટે પણ ‘નો રિપીટ’ થિયરી લાગુ પડશે

ભાવ ઘટશે ? / પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ અંગે આજે થઇ શકે છે મોટો નિર્ણય, જીએસટી કાઉન્સિલની આજે બેઠક

સરપ્રાઈઝ નિરીક્ષણની સજા..! / કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા સામાન્ય દર્દી બની હોસ્પિટલ ગયા તો ગાર્ડે ફટકારી લાકડી, પછી જાણો શું થયું ?