બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા અમદાવાદ ખાતે આવેલી 108 ઈમરજન્સી સેવા સેન્ટર (GVK EMRI Services Center)ની મુલાકાત લીધી હતી. 108 ઈમરજન્સી સેવા સેન્ટર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વામીજીએ 108 ઈમરજન્સી સેવા સેન્ટરના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે વાર્તાલાપ પણ કર્યો હતો.




