Aaj nu Rashifal/ દીવના દરિયાકિનારે આવેલા અનોખા શિવધામનો મહિમા, જ્યાં અરબી સમુદ્ર પોતે કરે છે જળાભિષેક

દીવના ફુદમ ગામ નજીક આવેલું ગંગેશ્વર મહાદેવ મંદિર પ્રકૃતિ અને આસ્થાનો અદ્ભુત સંગમ છે. અહીં પાંડવો દ્વારા સ્થાપિત પાંચ શિવલિંગનો જળાભિષેક (Worship of Shiva) સ્વયં અરબી સમુદ્રના મોજાં કરે છે.

Aaj Nu Rashifal Trending Dharma & Bhakti
Worship of Shiva The best opportunity

Dharma & Bhakti News : શ્રાવણના પવિત્ર માસમાં દેવાધિદેવ મહાદેવની પૂજા-અર્ચના (Worship of Shiva )અને જળાભિષેકનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. સામાન્ય રીતે ભક્તો મંદિરોમાં જઈને ભગવાન શિવ પર જળ અર્પણ કરતા હોય છે, પરંતુ ગુજરાતની સરહદને અડીને આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દીવ (Diu)નજીક એક એવું અલૌકિક ધામ છે, જ્યાં સ્વયં સાગરદેવ ભગવાન શિવનો અભિષેક કરે છે. દીવના ફુદમ ગામ પાસે અરબી સમુદ્રના કિનારે ખડકોની વચ્ચે આવેલું ‘ગંગેશ્વર મહાદેવ મંદિર’ (Gangeshwar Mahadev Temple)પ્રકૃતિ અને આસ્થાના અદ્ભુત મિલનનું જીવંત ઉદાહરણ છે.

Worship of Shiva :મહાભારત કાળ સાથે જોડાયેલો છે આ ધામનો પૌરાણિક ઇતિહાસ

ગંગેશ્વર મહાદેવ ખાતે એકસાથે પાંચ શિવલિંગ વિરાજમાન છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, મહાભારતના સમયગાળામાં જ્યારે પાંડવો અજ્ઞાતવાસ ભોગવી રહ્યા હતા, ત્યારે તેઓ આ દરિયાઈ વિસ્તારમાં આવ્યા હતા. પાંડવોએ પોતાના નિત્ય શિવપૂજન માટે પોતપોતાની ઊંચાઈ અને કદ મુજબ અલગ-અલગ આકારના પાંચ શિવલિંગોની સ્થાપના કરી હતી. અહીંનું સૌથી મોટું શિવલિંગ જ્યેષ્ઠ પુત્ર યુધિષ્ઠિરનું, ત્યારબાદ અનુક્રમે ભીમ, અર્જુન, નકુલ અને સૌથી નાનું શિવલિંગ સહદેવનું માનવામાં આવે છે.

MAHADEV
MAHADEV

સમુદ્રમાં ભરતી આવતા જ સર્જાય છે અલૌકિક દ્રશ્ય

આ પવિત્ર સ્થળ (Holy place)ની સૌથી મોટી વિશેષતા એ છે કે સમુદ્રના ખડકો વચ્ચે શિવલિંગ સ્થિત હોવાથી જ્યારે પણ દરિયામાં ભરતી આવે છે, ત્યારે પાણીના વિશાળ મોજાં સીધા શિવલિંગ સુધી પહોંચી જાય છે. અરબી સમુદ્રની છાલકો પવિત્ર શિવલિંગને સ્પર્શીને તેનો કુદરતી જળાભિષેક કરે છે. મોજાં શિવજીના ચરણો પખાળીને પુનઃ સાગરમાં ભળી જાય છે. આ નજારો જોવો એ શ્રદ્ધાળુઓ માટે એક અવિસ્મરણીય આધ્યાત્મિક અનુભવ બની રહે છે.

ઓટના સમયે ભક્તો કરી શકે છે પાંચેય શિવલિંગના દર્શન

જ્યારે દરિયામાં ઓટ આવે છે ત્યારે પાણી પાછું ખેંચાઈ જાય છે અને પથ્થરો વચ્ચે ગુફા જેવા ભાગમાં સ્થાપિત પાંચેય શિવલિંગ સંપૂર્ણપણે સ્પષ્ટ દેખાવા લાગે છે. તેથી અહીં દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓ ભરતી અને ઓટના સમયને ખાસ ધ્યાનમાં રાખે છે. દરિયાના ઉછળતા મોજાંનો ગુંજારવ અને તેની સાથે ગૂંજતા ‘હર હર મહાદેવ’ના નાદથી આખું વાતાવરણ પવિત્રતાથી ભરાઈ જાય છે.દીવ આવતા પ્રવાસીઓ અને શિવભક્તો માટે આ મંદિર માત્ર દર્શનનું સ્થળ નથી પરંતુ પ્રકૃતિની ગોદમાં શિવ-આરાધના કરવાનો શ્રેષ્ઠ અવસર પૂરો પાડે છે.


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :