લંડન/ બ્રિટિશ PM બોરિસ જ્હોનસને ગુપ્ત રીતે પોતાનાથી અડધી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન

બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જ્હોનસને તેની મંગેતર કેરી સાયમન્ડ્સ સાથે ગુપ્ત રીતે લગ્ન કરી દીધા છે. 56 વર્ષીય બોરિસ જ્હોનસને વેસ્ટમિંસ્ટર કેથેડ્રલ ખાતે ગુપ્ત સમારોહમાં 33 વર્ષીય કૈરી સાથે લગ્ન કર્યા છે.

Top Stories World

બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જ્હોનસને તેની મંગેતર કેરી સાયમન્ડ્સ સાથે ગુપ્ત રીતે લગ્ન કરી દીધા છે. 56 વર્ષીય બોરિસ જ્હોનસને વેસ્ટમિંસ્ટર કેથેડ્રલ ખાતે ગુપ્ત સમારોહમાં 33 વર્ષીય કૈરી સાથે લગ્ન કર્યા છે. બોરીસ જ્હોનસનથી કૈરી સાયમન્ડ્સ 23 વર્ષ નાના છે.

આશ્ચર્યચકિત ઘટના / જાપાનમાં માતાએ પોલીસને ફોન કરી કહ્યું મારા છોકરાની ડેડબોડી માંથી વાસ આવે છે …જાણો સમગ્ર ઘટના

ધ સન એ અહેવાલ આપ્યો હતો કે, બંને જુલાઈ 2022 માં લગ્ન કરવા જઈ રહ્યા છે, જેના માટે તેઓએ તેમના પરિવાર અને મિત્રોને આમંત્રણ પણ મોકલ્યા હતા. એવું કહેવામાં આવે છે કે બોરિસ જ્હોનસન ખૂબ જ ખાનગી જીવન જીવે છે. આ જ કારણ છે કે જ્હોનસનની ડાઉનિંગ સ્ટ્રીટ ઓફિસનાં પ્રવક્તાએ લગ્નનાં અહેવાલો પર કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, અંતિમ ક્ષણે મધ્ય લંડનમાં લગ્ન સમારોહમાં મહેમાનોને આમંત્રણ અપાયું હતું અને કહ્યુ કે જ્હોનસનની ઓફિસનાં મોટા સભ્યો પણ લગ્નની યોજનાઓથી અજાણ હતા. કોરોનાવાયરસને કારણે ઈંગ્લેન્ડમાં લગ્નમાં હાલમાં ફક્ત 30 લોકો ભાગ લઈ શકે છે. જણાવી દઇએ કે, કૈથોલિક કેથેડ્રલે બપોરે 1:30 વાગ્યે અચાનક બંધ કરી દેવામાં આવ્યુ હતુ. 33 વર્ષ સાયમન્ડ્સ  લાંબા સફેદ ડ્રેસમાં પહોંચ્યા હતા. જ્હોનસન અને સાયમન્ડ્સ, 33 ડાઉનિંગ સ્ટ્રીટમાં 2019 માં જ્હોનસનનાં વડા પ્રધાન બન્યા ત્યારથી એક સાથે રહે છે.

રસીકરણ / જર્મનીમાં હવે 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને પણ મળશે કોરોનાની રસી, આ તારીખથી થશે શરૂઆત

ગયા વર્ષે તેમણે જાહેરાત કરી હતી કે બન્નેએ સગાઈ કરી લીધી છે અને તેઓને સંતાન થવાનું છે. જણાવી દઇએ કે તેમનો પુત્ર વિલ્ફ્રેડ લૌરી નિકોલસ જ્હોનસનનો જન્મ એપ્રિલ 2020 માં થયો હતો. આ મહિનાની શરૂઆતમાં, ધ સને અહેવાલ આપ્યો છે કે તેઓએ જુલાઈ 2022 માટે મિત્રો અને પરિવારને લગ્નનાં આમંત્રણો મોકલ્યા હતા. બોરિસ જ્હોનસનનાં બે વાર છૂટાછેડા થઇ ચુક્યા છે અને તેમણે કેટલા બાળકોને જન્મ આપ્યો છે તે કહેવાનો ઇનકાર કર્યો છે. જ્હોનસનનાં અંતિમ લગ્ન વકીલ મરીના વ્હીલર સાથે થયા હતા. તેમના એક સાથે ચાર બાળકો હતા પરંતુ સપ્ટેમ્બર 2018 માં, તેઓએ જાહેરાત કરી હતી કે તેઓ અલગ થઈ ગયા છે.