ગણેશ ચતુર્થી/ શ્રદ્વાળુઓ ગણેશ ચતુર્થી પર પંડાલાેમાં ગણપતિના દર્શન નહી કરી શકે, 10 થી 19 તારીખ સુધી 144 લાગુ કરવામાં આવી

મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીની પહેલા જ કોરોના વાયરસની ત્રીજી લહેરનો ભય છે. મુંબઈના મેયરે તાજેતરમાં જ કહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેર આવી છે

Top Stories
ગણેશ

મુંબઈમાં ગણેશ મહોત્સવ અંગે 10-19 સપ્ટેમ્બરથી કલમ 144 લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય ભક્તો ગણપતિના પંડાલોમાં જઈ શકશે નહીં. ઉપરાંત, કોઈ શોભાયાત્રાને મંજૂરી આપવામાં આવશે નહીં.મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીની શરૂઆત પહેલા જ કોરોના વાયરસની ત્રીજી લહેરનો ભય છે. મુંબઈના મેયરે તાજેતરમાં જ કહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે.

મુંબઈના મેયર કિશોરી પેડનેકરે લોકોને ગણેશ ચતુર્થી ઘરે જ ઉજવવાની અપીલ કરી હતી,તેમણે  કહ્યું, “મુંબઈના મેયર તરીકે ‘મેરા ઘર, મેરા બપ્પા’ ને અનુસરવા જઈ રહી છું. હું ક્યાંય જઈશ નહીં કે કોઈને  ભગવાન પાસે લઇ જઇશ કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે આ ખૂબ મહત્વનું છે

અગાઉ ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં કેન્દ્રએ મહારાષ્ટ્ર સરકારને તહેવારોને ધ્યાનમાં રાખીને પ્રતિબંધો લાદવાની સલાહ આપી હતી. મહારાષ્ટ્રના મુખ્ય સચિવને લખેલા પત્રમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતું કે, “આ આદેશ દ્વારા સૂચવવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રમાં આગામી તહેવારો દહી હાંડી અને ગણપતિ ઉત્સવ સહિત  જાહેર કાર્યક્રમો અને લોકોના મેળાવડાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર સ્થાનિક રીતે પ્રતિબંધો લગાવે.