T20 વર્લ્ડકપ 2021માં પ્રથમ બે મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ બુધવારે અફઘાનિસ્તાન વિરુદ્ધ શાનદાર વાપસી કરી હતી. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમે પ્રથમ બેટિંગ કરતા સ્કોરબોર્ડ પર 210 રન બનાવી દીધા હતા. ભારત માટે તેના બે ઓપનર કેએલ રાહુલ અને રોહિત શર્માએ રેકોર્ડ 140 રનની ભાગીદારી કરીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. આ મેચ દરમિયાન વિરાટ કોહલીનો એક વીડિયો ઝડપથી વાયરલ થયો હતો, જેમાં ભારતીય કેપ્ટને પોતાના ડાન્સ મૂવ્સથી લોકોનાં દિલ જીતી લીધા હતા.
આ પણ વાંચો – T20 World Cup / શ્રીલંકા વિરુદ્ધ હાર બાદ વેસ્ટ ઈન્ડિઝનાં ઓલરાઉન્ડર ખેલાડી ડ્વેન બ્રાવોએ કરી નિવૃત્તિની જાહેરાત
ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી મેદાન પર તેના આક્રમક વલણ અને મેદાનની બહાર તેની શાનદાર શૈલી માટે જાણીતા છે. અફઘાનિસ્તાન વિરુદ્ધની મેચમાં કિંગ કોહલીએ બોલિવૂડનાં લોકપ્રિય ગીત ‘માય નેમ ઈઝ લખન’ પર ડાન્સ કરીને દર્શકોનું મનોરંજન કર્યું હતું. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ચાહકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે અને 109 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. યુઝર્સે કહ્યું કે કોહલીને અનિલ કપૂરનું ગીત ખૂબ ગમે છે કારણ કે તે પહેલા પણ તેના ગીત પર ડાન્સ કરી ચૂક્યો છે. જણાવી દઇએ કે, કોહલીએ ‘માય નેમ ઈઝ લખન’ ગીત પર એક સ્ટેપ કર્યું હતું. દર્શકોએ ભારતીય કેપ્ટનનાં આ ડાન્સ મૂવ્સ જોયા, ત્યારબાદ હાજર તમામ દર્શકોએ તેમના માટે નારા લગાવવાનું શરૂ કર્યું. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ અને શેર કરી ચૂક્યા છે. કોહલી વિશ્વનાં સૌથી પ્રખ્યાત અને ફોલો કરવામાં આવતા ક્રિકેટરોમાંનો એક છે. આ પહેલીવાર નથી જ્યારે કોહલી મેદાન પર ડાન્સ કરતો જોવા મળ્યો હોય. અગાઉ 2016 T20 વર્લ્ડકપમાં પણ કોહલીએ ‘ગલન ગુડિયાં’ ગીત પર તેના ડાન્સ મૂવ્સ બતાવ્યા હતા. વિરાટ કોહલી 2019 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ ડાન્સ કરતો જોવા મળ્યો હતો. ખાસ વાત એ છે કે 2016માં પણ તેણે ‘માય નેમ ઈઝ લખન’ ગીત પર ડાન્સ કર્યો હતો.
https://twitter.com/MohitJawa12/status/1456199230616326147?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1456199230616326147%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fbharat.republicworld.com%2Fsports-news%2Ft20-world-cup%2Fvirat-kohli-dance-on-my-name-is-lakhan-song-vs-afghanistan-goes-viral-on-social-media
વિરાટ કોહલી હવે સ્કોટલેન્ડ વિરુદ્ધ જીતના ઈરાદા સાથે 5 નવેમ્બરે એટલે કે આજે પોતાના જન્મદિવસે T20 વર્લ્ડકપમાં મેદાનમાં ઉતરશે. ભારતે અફઘાનિસ્તાનને 66 રને હરાવી T20 વર્લ્ડકપ 2021ની સેમિફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા માત્ર બે વિકેટ ગુમાવીને 210 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ભારતીય ઓપનર રોહિત શર્મા અને કેએલ રાહુલે અનુક્રમે કરીમ જનાત અને ગુલબદિન નાયબ દ્વારા આઉટ થતા પહેલા રેકોર્ડબ્રેક 140 રનની ભાગીદારી નોંધાવી હતી. રોહિતે 47 બોલમાં 74 રન બનાવ્યા જેમાં 8 ચોક્કા અને 3 છક્કા સામેલ હતા, જ્યારે રાહુલે 48 બોલમાં 69 રન બનાવ્યા હતા. જે બાદ ઋષભ પંત અને હાર્દિક પંડ્યાએ 63 રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર 200 રનની પાર પહોંચાડ્યો હતો.
