Ambaji/ અંબાજીમા ભરાશે ચૈત્રી પુનમનો મેળો…બે વર્ષ બાદ અંબાજીના માર્ગો ‘જય અંબે’ના જયઘોષથી ગુંજ્યા

52 શક્તિપીઠોમાં સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીનો પણ અનેરો મહીમા છે. જ્યાં ચૈત્રી પુનમનાં રોજમાં અંબાનાં દર્શનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.

Top Stories Gujarat Others
Ambaji

52 શક્તિપીઠોમાં સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીનો પણ અનેરો મહીમા છે. જ્યાં ચૈત્રી પુનમનાં રોજમાં અંબાનાં દર્શનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. અંબાજીમાં ચૈત્રી પુનમનો મેળાને લઈને ભાવિકોનો પ્રવાહ સતત અંબાજીમાં ઉમટી રહ્યો છે. ત્યારે આવતીકાલે ચૈત્રી પુનમ નિમિત્તે અનેક પગપાળા સંઘો અંબાજી તરફ આગળ વધી રહ્યાં છે. પદયાત્રીઓના કારણે છેલ્લાં બે વર્ષ બાદ અંબાજીના માર્ગો જય અંબેના જયઘોષ થી ગુંજવા લાગ્યાં છે. કોરોના કાળના પગલે ધાર્મિક સ્થળો પર કોઈપણ પ્રકારના કાર્યક્રમોની મંજુરી ન્હોતી જેના પગલે બે વર્ષથી અંબાજીમાં ચૈત્રી પુનમનો મેળો ભરાય રહ્યો છે તેથી સ્વાભાવિક છે કે, જે શ્રદ્ધાળુઓ ભાદરવી પુનમે અંબાજી ન્હોતા જઈ શક્યા તેવા ભાવિકો આ વખતે ભારે ઉત્સાહ સાથે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યાં છે.

પગપાળા સંઘ અને પદયાત્રીઓના કારણે અંબાજીના માર્ગો પર એક અનોખી રોનક જોવા મળી રહી છે. એમાં પણ ભક્તો માંથી ગરબો લઈને તો કોઈ નાચ ગાન અને માતાજીના ગરબાની રમઝટ બોલાવતા આગળ વધી રહ્યાં છે. અને ‘બોલ માડી અંબે જય જય અંબે’નો જયઘોષ પણ સંભળાય રહ્યો છે. ભાવિકોની સેવા કરવા માટે અંબાજીના માર્ગો અને હાઈવે સહિતના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર સેવા કેમ્પો પણ ધમધમી ઉઠ્યાં છે. જ્યા પદયાત્રીઓ અને પગપાળા સંઘના ભાવિકો માટે આરામ અને ભોજનની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

ચૈત્રી પુનમનો મેળો
યાત્રાધામ અંબાજીમાં ભરાતા મોટા મેળામાં ભાદરવી પુનમના મેળા બાદ ચૈત્રી પુનમનો મેળો પણ તેટલું જ મહત્વ ધરાવે છે, આ ચૈત્રી પૂનમના મેળાને લઈનેમાં અંબાના ધામમાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજીમાં ઉમટી રહ્યાં છે. ખાસ કરીને જ્યાં ભાદરવી પુનમે જે રીતે ધજાઓનું પ્રમાણ વધુ જોવા મળતુ હોય છે, તેજ રીતે આ પુનમે પણ શ્રદ્ધાળુંઓ પોતાની બાધા માનતા પુરી કરવા હાથમાં ધજા ને માથે માંડવીને ગરબી લઇને માં અંબાના દરબારમાં પહોંચતા નજરે પડે છે. એટલું જ નહીં આ ચૈત્રી નવરાત્રી અને પુનમને તંત્ર મંત્ર માટે પણ મહત્વનો સમય માનવામાં આવે છે.

આમ તો પદયાત્રીઓ માતાજીનાં રથ સાથે નેજા એટલે કે ધજા લઇને આવે છે. પણ આ ચૈત્રી પુનમે શ્રદ્ધાળુઓ ખાસ કરીને માથે માંડવી ગરબી લઇને પોતાની રાખેલી બાધા આખડી પૂર્ણ કરવાં અંબાજી પગપાળાં આવે છે. જેને ફુલોનાં ગરબા પણ કહેવામાં આવે છે. એટલુંજ નહીં આ ચૈત્રી પુનમને હવે લોકો બાધાની પુનમ તરીકે પણ ઓળખવા લાગ્યાં છે. જે લોકો માતાજીનાં મંદિરે ટેક રાખી પરત ફરતાં હોય છે. ને જ્યારે તેમની ટેક પુર્ણ થતાં આ ચૈત્રી પુનમે માથે ગરબો લઇ અંબાજી મંદિરે દર્શનાર્થે આવતા હોય છે. કોરોના કાળાના બે વર્ષ બાદ અંબાજીમાં ફરી એકવાર માનવમેદની અને હર્ષોલ્લાસ સાથે આ દિવ્ય અવસર મનાવવા જઈ રહ્યો છે તેથી ભક્તોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.

આ પણ વાંચો:ભૂકંપની તબાહીને પાછળ છોડીને ભુજ-કચ્છના લોકો નવું નસીબ લખી રહ્યા છે : પીએમ મોદી