IPL 2021/ ચેન્નાઈની સીઝનમાં સતત બીજી જીત, ધોનીએ બેટિંગથી એકવાર ફરી ફેન્સને કર્યા નિરાશ

સોમવારે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલ 2021 ની 12 મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 45 રને હરાવ્યુ છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઇની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 188 રન બનાવ્યા હતા….

Sports

સોમવારે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલ 2021 ની 12 મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 45 રને હરાવ્યુ છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઇની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 188 રન બનાવ્યા હતા અને ત્યારબાદ રાજસ્થાનને નિર્ધારિત 20 ઓવરમાં નવ વિકેટે 143 રને રોકી દીધી હતી. ચેન્નાઈની આ ત્રણ મેચમાં બીજી જીત છે અને હવે તેને ચાર પોઇન્ટ મળ્યા છે અને તે પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર પહોંચી ગઈ છે. રાજસ્થાનને ત્રણ મેચમાં બીજી હારનો સામનો કરવો પડ્યો છે અને તે હવે છઠ્ઠા ક્રમે પહોંચી ગઇ છે.

IPL 2021 / રોમાંચક મેચમાં ધવને દિલ્હીને પહોંચાડ્યું શિખરે, દિલ્હી એ 6 વિકેટે મેળવી જીત

રાજસ્થાન તરફથી જોસ બટલરે 35 બોલમાં પાંચ ચોક્કા અને બે છક્કાની મદદથી 49 રનની ઇનિંગ્સ રમી હતી. તેના સિવાય જયદેવ ઉનાડકટે 24, રાહુલ તેવતિયાએ 20 અને શિવમ દુબેએ 17 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી મોઇન અલીએ ત્રણ અને સેમ કરન અને રવિન્દ્ર જાડેજાએ બે-બે જ્યારે શાર્દુલ ઠાકુર અને ડ્વેન બ્રાવોએ એક-એક વિકેટ ઝડપી હતી. આપને જણાવી દઇએ કે, ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાના બોલરોનાં દમ પર રાજસ્થાન રોયલ્સને 45 રનનાં મોટા અંતરે હરાવીને સીઝનની સતત બીજી જીત નોંધાવી છે. મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 188 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કર્યા બાદ રાજસ્થાન રોયલ્સ 143 રન બનાવી શકી હતી અને મેચ 45 રને હારી ગઇ હતી. આ મેચમાં એકવાર ફરી ધોનીએ પોતાની નિરાશાજનક બેટિંગથી ફેન્સને નિરાશ કર્યા છે.

IPL 2021 / હૈદરાબાદની ટૂર્નામેન્ટમાં સતત 3 હાર, જાણો શું છે હારનું કારણ

આ પહેલા રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને ચેન્નાઈ સુપર કિંગ્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. તેના જવાબમાં ચેન્નાઈની કોઇ ખાસ શરૂઆત નહોતી થઈ અને રિતુરાજ ટૂંક સમયમાં પેવેલિયન પરત ફર્યો હતો. પરંતુ આ પછી ફાફ ડુપ્લેસીએ ઝડપી રન બનાવ્યા અને ટીમનો રન રેટ વધાર્યો. જો કે, તે પણ મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ ગયો હતો અને 17 બોલમાં 33 રન બનાવીને આઉટ થયો હતો. તે પછી મોઈન અલી (26), અંબાતી રાયડુ (27) અને ડ્વેન બ્રાવોની આઠ બોલમાં 20 રનની અણનમ ઇનિંગ્સનાં કારણે ચેન્નાઈની ટીમ 188 રનનાં પડકારજનક સ્કોર બનાવવામાં સફળ રહી હતી.