dragon/ ચીને ભારતની વિશેષ ફ્લાઇટ્સ પર મુક્યો પ્રતિબંધ, કોરોના વાયરસને કારણે નિર્ણય કર્યો

વંદે ભારત મિશન અંતર્ગત અનેક મુસાફરોને કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો. ચીને  અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ લગાવી દીધો છે.  ભારત અને ચીન વચ્ચે હજી કોમર્શીયલ ઉડાન શરૂ થઈ નથી, પરંતુ ભારતની સરકારી એરલાઇન કંપની એર ઈન્ડિયા વંદે ઈંડિયા મિશન અંતર્ગત ચીનના વિવિધ શહેરોમાં ઉડાન ભરી રહી છે.

World

કોરોના વાયરસના કેસોને કારણે ચીને ગુરુવારે ભારત તરફથી આવતી તમામ ફ્લાઇટને સ્થગિત કરી દીધી છે. ગયા અઠવાડિયે વંદે ભારત મિશન અંતર્ગત અનેક મુસાફરોને કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો. ચીને  અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ લગાવી દીધો છે.  ભારત અને ચીન વચ્ચે હજી કોમર્શીયલ ઉડાન શરૂ થઈ નથી, પરંતુ ભારતની સરકારી એરલાઇન કંપની એર ઈન્ડિયા વંદે ઈંડિયા મિશન અંતર્ગત ચીનના વિવિધ શહેરોમાં ઉડાન ભરી રહી છે.

બ્રિટન, બેલ્જિયમ અને ફિલિપાઇન્સ દેશોમાંથી આવતા હવાઈ મુસાફરો માટે પણ ચીને આવી જ જાહેરાત કરી છે. તે જ સમયે, અમેરિકા, ફ્રાન્સ અને જર્મનીથી આવતા મુસાફરોને તેમના આરોગ્ય પરીક્ષણના રીપોર્ટસ તપાસવામાં આવ્યા હતા. વિશ્વભરમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને કારણે ચીને આ પગલું ભર્યું છે. બેઇજિંગનો આ આદેશ તેના 28 સપ્ટેમ્બરના આદેશની વિરુદ્ધ છે. તદાનુસાર ચીને માન્ય રહેવાની પરવાનગી સાથેના તમામ વિદેશીઓને પ્રવેશની મંજૂરી આપી હતી. કોરોના વાયરસ રોગચાળાને કારણે ચીને માર્ચ મહિનાના અંતમાં તેના દેશમાં વિદેશી મુસાફરોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. તે જ સમયે, ભારત અને ચીન વંદે ભારત મિશન હેઠળ કેટલીક ફ્લાઇટ્સ ચલાવી રહ્યા હતા.

બેઇજિંગના અધિકારીઓએ જણાવ્યું કે ચીનમાં પાછા ફરવા માટે 1500 થી વધુ ભારતીયોએ નોંધણી કરાવી છે. આવી સ્થિતિમાં બેઇજિંગના નવા આદેશ બાદ તેમને ચીન પરત ફરવું મુશ્કેલ બની ગયું છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે આ પગલું રોગચાળા સામે લડવા માટે યોગ્ય છે.

આપને  જણાવી દઈએ કે ગત શુક્રવારે નવી દિલ્હીથી વુહાન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં 23 ભારતીયને કોરોનાનો ચેપ લાગ્યો હતો. આ પછી, એર ઈન્ડિયાના એક અધિકારીએ કહ્યું હતું કે, કોરોનાનો નેગેટીવ રીપોર્ટ લઈને તમામ મુસાફરો ફ્લાઈટમાં સવાર થયા હતા.