પોલીસને જમ્મુ અને કાશ્મીરના રાજૌરીના પોલીસ સ્ટેશન મંડી વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓ વિશે માહિતી મળી. આ પછી, પોલીસે સમગ્ર વિસ્તારની આસપાસ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. રાજૌરી જિલ્લાના ડોરીમાનમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર કર્યો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ જ્યાં છુપાયા છે તે જગ્યાને ઘેરી લેવામાં આવી છે. હજુ પણ બે થી ત્રણ આતંકીઓ છુપાયા હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો :નવી દિલ્હી / Tokyo Paralympicsમાં મેડલ જીતનાર ખેલાડીઓ સાથે આજે PM મોદી વાતચીત કરશે
આ પહેલા શનિવારે સેનાએ રાજૌરી જિલ્લાના થન્નામંડી વિસ્તારમાંથી ગ્રેનેડ મેળવ્યો હતો. થોડા જ સમયમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
Jammu and Kashmir police are conducting a cordon and search operation in Thana Mandi area of Rajouri
(visuals deferred by unspecified time) pic.twitter.com/hXUPK45VhM
— ANI (@ANI) September 12, 2021
મળતી માહિતી મુજબ, સેનાએ સ્થાનિક પોલીસ સાથે મળીને રવિવારે સવારથી રાજૌરી જિલ્લાના લગભગ છ ગામોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન ડોરીમાનના જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો હતો.
આ પણ વાંચો :વિશ્લેષણ / બીજે બધે નહિ પણ બંગાળમાં પેટાચૂંટણી, કારણ શું ?
થન્નામંડીના ઉપરના વિસ્તાર ડોરિમનના જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓને જ્યારે સુરક્ષા દળોના સર્ચ ઓપરેશનની જાણ થઈ ત્યારે તેઓએ આગળ વધતા સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કર્યું. કહેવામાં આવી રહ્યું છે કે બંને તરફથી હજુ પણ ફાયરિંગ ચાલુ છે.
આ પણ વાંચો :શ્રાઇન બોર્ડની મોટી ભેટ / વૈષ્ણો દેવીમાં ભક્તો પ્રવાસના માર્ગમાં માતાના જીવંત દર્શન કરી શકશે
પુલવામાના મલિકપોરામાં સર્ચ ઓપરેશન
સેનાની 55-આરઆર (રાષ્ટ્રીય રાઇફલ્સ), સીઆરપીએફ અને એસઓજીની સંયુક્ત ટીમે કાશ્મીર વિભાગના પુલવામા જિલ્લાના મલિકપોરામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. અહીં પોલીસને આતંકવાદી પ્રવૃત્તિની માહિતી મળી હતી. જે બાદ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
આ પણ વાંચો :મુંબઈમાં નિર્ભયા કાંડ / બળાત્કાર પીડિતાનું સારવાર દરમિયાન મોત, ક્રૂરતાના દ્રશ્યો CCTV કેદ
આ પણ વાંચો :કોરોના અપડેટ / છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયા આટલા કોરોના કેસ, 308 લોકોના મોત
