રાજકીય/ કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલને ભાજપમાં જોડાવાનું આપ્યું આમંત્રણ, જાણો કોણે આપ્યું

હાર્દિક પટેલને ભાજપમાં જોડાવાનું આમંત્રણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યું છે. સાથે સાથે નરેશ પટેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

Top Stories
હાર્દિક પટેલને
  • ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી: ચુડાસમા
  • શિસ્તને વરેલા નેતાઓને આમંત્રણ
  • સાળંગપુરમાં ચુડાસમાનું નિવેદન

ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દિગ્ગજ નેતાઓ વચ્ચેની ખેંચતાણ શરૂ થઇ ગઇ છે. કોંગ્રેસના નેતાઓ ધડાધડ ભાજપ અને આપમાં જોડાઇ રહ્યાં છે.  ત્યારે આવામાં હાર્દિક પટેલને ભાજપમાં જોડાવાનું આમંત્રણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યું છે. સાથે સાથે નરેશ પટેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે,  કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં દાવો કર્યો કે, ગત ત્રણ દાયકાથી ગુજરાતમાં કોંગ્રેસનું શાસન નથી. તેના માટે કોંગ્રેસનું આંતરિક વિખવાદ અને સ્થાનિક કોંગ્રેસ નેતાઓનો બીજા દળો સાથે ‘ગુપ્ત ગઠબંધન’ પણ જવાબદાર છે સાથે પટેલે દાવો કર્યો કે, 2017માં આટલો મોટો માહોલ હતો પરંતુ ખોટી રીતે ટિકિટ વહેંચાતા સરકાર ન બની શકી. હાર્દિક પટેલે કહ્યું કે, મને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા પરંતુ મને કોઈ મહત્વની બેઠકમાં બોલાવતા નથી.. કોઈ નિર્ણયમાં ભાગીદાર બનાવતા નથી. તેમજ ત્રણ વર્ષમાં મને કોઈ કામ ન સોંપાયું. હાર્દિક પટેલે કોંગ્રેસ સામે સવાલ પણ કર્યો કે 2017માં કોંગ્રેસે હાર્દિકનો ઉપયોગ કર્યો. 2022માં નરેશભાઈનો ઉપયોગ કરશો અને 2027માં બીજા કોઈ પટેલને શોધશો? તમારી પાસે હાર્દિક છે તો તેને મજબૂત કેમ નથી કરતા ? નરેશભાઈને લેવા જોઈએ પરંતુ ક્યાંક તેમની હાલત મારા જેવી તો નહીં થાયને.

આપને જણાવી દઈએ કે, ભાજપે થોડા સમય પહેલા સુરતમાં આપના મોટાભાગના સભ્યોને તેનામાં સમાવી લીધા પછી આપ સાવ હાંસિયામાં ધકેલાઈ ગઈ હતી. તેમાં ગુજરાતમાં કોંગ્રેસના મોટાગજાના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ આપમાં જોડાતા તેમા નવો પ્રાણ ફૂંકાયો છે. આપનું મુખ્ય લક્ષ્ય વિધાનસભાની આગામી ચૂંટણી દ્વિપક્ષીય જંગ નહી ત્રિપાંખિયો જંગ બને તે જોવાનું છે. આ માટે આપે હવે ભાજપ અને કોંગ્રેસ બંનેના નારાજ પણ ટોચના નેતાઓને તેના તરફ જોડવાની વ્યૂહરચના અપનાવી છે.

આ પણ વાંચો:PM મોદીએ મોરબીમાં ભગવાન હનુમાનની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું કર્યું અનાવરણ