National News/ સંઘ કહેશે તો એક ક્ષણમાં પદ છોડી દઈશ” RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે રવિવારે પોતાના પદ અને સંઘની કાર્યસંસ્કૃતિ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સંઘ કહેશે તો તેઓ એક ક્ષણમાં પદ છોડવા તૈયાર છે અને સંઘમાં જાતિ કે વર્ણ કોઈ માપદંડ નથી.

Top Stories
Mohan Bhagwat

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે (Mohan Bhagwat) રવિવારે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે જો સંઘ તેમને પદ પરથી હટવાનું કહેશે તો તેઓ એક ક્ષણમાં તે નિર્ણય સ્વીકારી લેશે. તેમણે ઉમેર્યું કે સામાન્ય રીતે 75 વર્ષની ઉંમર બાદ કોઈપણ વ્યક્તિએ પદ પર રહેવું નહીં તેવી પરંપરા સંઘમાં માનવામાં આવે છે.

મોહન ભાગવતે (Mohan Bhagwat)  કહ્યું કે સરસંઘચાલક બનવા માટે જાતિ કે વર્ણ કોઈ માપદંડ નથી. કોઈ વ્યક્તિ ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કે બ્રાહ્મણ હોવી જરૂરી નથી. જે વ્યક્તિ હિંદુ સંગઠન અને સમાજ માટે સમર્પિત રીતે કાર્ય કરે છે, તે જ આ જવાબદારી સંભાળી શકે છે.

ભાગવત  (Mohan Bhagwat)  મુંબઈમાં આયોજિત RSSના શતાબ્દી વર્ષના કાર્યક્રમમાં હાજર હતા, જ્યાં તેમણે આ વાત કરી. આ કાર્યક્રમ દરમિયાન તેમણે વીર સાવરકર વિશે પણ વાત કરી અને કહ્યું કે જો સાવરકરને ભારત રત્ન આપવામાં આવે તો તેનાથી આ સર્વોચ્ચ પુરસ્કારની પ્રતિષ્ઠા વધુ મજબૂત થશે.

મોહન ભાગવતે (Mohan Bhagwat) કરી 6 મોટી વાત

UCC પર અભિગમ
સમાન નાગરિક સંહિતા અંગે તેમણે કહ્યું કે તેને તમામ વર્ગોને સાથે લઈને અને સહમતિથી તૈયાર કરવી જોઈએ, જેથી સમાજમાં વિવાદ અથવા તણાવ ઊભો ન થાય.

ભારત-અમેરિકા વેપાર કરાર અંગે આશા
ભારત અને અમેરિકા વચ્ચે થયેલા વેપાર કરારને લઈને તેમણે આશા વ્યક્ત કરી કે સરકાર દેશના હિતોને પ્રથમ પ્રાધાન્ય આપીને નિર્ણય લીધો હશે અને ભારતને કોઈ નુકસાન નહીં થાય.

ઘૂસણખોરી મુદ્દે સરકારની જવાબદારી
ઘૂસણખોરીના મુદ્દે સરકારે હજુ ઘણું કામ કરવાનું બાકી હોવાનું તેમણે જણાવ્યું. ઘૂસણખોરોની ઓળખ કરી તેમને હકાલપટ્ટી કરવાની પ્રક્રિયા હવે શરૂ થઈ છે અને આગળ વધુ ઝડપી થવી જોઈએ.

RSS અને પ્રચાર અંગે વિચાર
ભાગવતે કહ્યું કે RSSનું મુખ્ય કામ પ્રચાર કરવાનું નથી, પરંતુ સમાજમાં સંસ્કાર અને મૂલ્યો વિકસાવવાનું છે. વધુ પ્રચારથી દેખાડો અને અહંકાર પેદા થાય છે. પ્રચાર યોગ્ય સમયે અને મર્યાદામાં થવો જોઈએ.

સંઘની કાર્યસંસ્કૃતિ
તેમણે જણાવ્યું કે સંઘ પોતાના સ્વયંસેવકો પાસેથી સંપૂર્ણ સમર્પણ અપેક્ષે છે. અત્યાર સુધી એવી કોઈ સ્થિતિ આવી નથી કે કોઈને બળજબરીથી નિવૃત્ત કરવો પડ્યો હોય.

ભાષા અંગે દૃષ્ટિકોણ
ભાગવતે સ્પષ્ટ કહ્યું કે સંઘની કાર્યપ્રણાલીમાં અંગ્રેજી મુખ્ય ભાષા બનશે નહીં, કારણ કે તે ભારતીય ભાષા નથી. અંગ્રેજી શીખવી જરૂરી છે, પરંતુ માતૃભાષાને ભૂલવી ન જોઈએ.

સંઘ પ્રમુખ મોહન ભાગવતે (Mohan Bhagwat)   કહ્યું કે ભારતમાં રહેતા લોકો મૂળભૂત રીતે હિંદુ સંસ્કૃતિ સાથે જોડાયેલા છે અને હિંદુ શબ્દ કોઈ ખાસ ધર્મવિધિ કે પૂજા પદ્ધતિ સાથે જોડાયેલો નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે હિંદુ કોઈ એક સમુદાયનું નામ નથી, પરંતુ એક સંસ્કૃતિક ઓળખ છે.

ભાગવતે વધુમાં કહ્યું કે RSS કોઈના વિરોધમાં કામ કરતી સંસ્થા નથી અને તેને સત્તા અથવા શક્તિ મેળવવાની કોઈ ઈચ્છા નથી. સંઘ રાજકારણથી દૂર રહે છે, જોકે તેના ઘણા સ્વયંસેવકો અલગ-અલગ રાજકીય ક્ષેત્રોમાં સક્રિય હોય શકે છે.

તેમણે એ પણ કહ્યું કે કેટલાક લોકો નરેન્દ્ર મોદીને RSSના વડાપ્રધાન તરીકે ઓળખે છે, પરંતુ તેમની પાર્ટી ભાજપ સંપૂર્ણપણે અલગ સંગઠન છે. ભાજપમાં ઘણા લોકો સંઘ સાથે જોડાયેલા છે, પરંતુ પાર્ટી સ્વતંત્ર રીતે કાર્ય કરે છે.

આ પહેલા 2 ફેબ્રુઆરીએ હૈદરાબાદમાં આપેલા નિવેદનમાં ભાગવતે કહ્યું હતું કે ગેરકાયદેસર રીતે ભારત પ્રવેશ કરનારા બાંગ્લાદેશી અને રોહિંગ્યા લોકોની ઓળખ કરી તેમને દેશમાંથી બહાર મોકલવાની જવાબદારી સરકારની છે. તેમણે ઉમેર્યું કે નાગરિકો આવા લોકો વિશે સંબંધિત સત્તાવાળાઓને જાણ કરી શકે છે.


આ પણ વાંચો:RSS પ્રમુખ મોહન ભાગવત ગુજરાતના પ્રવાસે, બે દિવસીય કાર્યક્રમો અને બેઠકો

આ પણ વાંચો:‘મતભેદ હોઈ શકે છે, મનભેદ નહીં’, RSS વડા મોહન ભાગવતે ભાજપ અને સંઘ અંગે શું કહ્યું…

આ પણ વાંચો:RSSના વડા મોહન ભાગવતે મહાકુંભમાં હાજરી કેમ ન આપીઃ રાઉતનો સવાલ