સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજવામાં આવી હતી અને આજે રાજકોટ મહાનગર પાલિકાના વિવિધ વોર્ડમાં મતગણતરી કરવામાં આવી રહી હતી, તેની વચ્ચેવોર્ડ નંબર 17માં પણ ભાજપની પેનલ સતત આગળ વધી રહી હતી.એવામાં કોંગ્રેસની હાર નિશ્ચિત હતી અને તેનો સ્વીકાર કરતા કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે મીડિયા સાથે વાત કરતાં કોંગ્રેસની પેનલની હારનો સ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસની પેનલ હારી રહી છે.આ જીત જોઈ કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે કોંગ્રેસની હાર સ્વીકારી અને ઈવીએમ અંગે ભાજપ પર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ઈવીએમ મશીનમાં ભાજપનું સેટીંગ કરવામાં આવ્યું છે.
CM Rupnani / ગુજરાતે ફરી સાબિત કરી બતાવ્યું કે BJP નો ગઢ છે : મુખ્યમંત્રી રૂપાણી એ કર્યું ટ્વિટ
રાજકોટ મહાપાલિકામાં ફરીથી ભાજપની સત્તા આવશે તે ચિત્ર સ્પષ્ટ થઈ ચુક્યું છે. અત્યાર સુધીમાં વોર્ડ નંબર 1, 4, 7, 10, 16, 13 માં ભાજપની પેનલની જીત થઈ ચુકી છે. અહીં કોંગ્રેસનો દેખાવ કંગાળ રહ્યો હતો. આ સાથે જ પ્રથમ રાઉન્ડમાં 6 વોર્ડની તમામ 24 બેઠકમાં ભાજપનો વિજય થયો હોવાની સત્તાવાર જાહેરાત પણ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીએ કરી દીધી હતી. વિવિધ વોર્ડમાં ભાજપની પેનલની જંગી બહુમતી સાથે જીત થતાં કાર્યકરો દ્વારા ઉજવણી પણ શરુ કરી દેવામાં આવી હતી. આ છ વોર્ડમાં વોર્ડ નંબર 1, 4, 7, 10, 13 અને 16નો સમાવેશ થાય છે.
Live Update / election result : ઇવીએમ મશીનના સિલ પહેલાથી તૂટેલા હોવાનો કોંગ્રેસ-આપના કાર્યકર્તાનો આક્ષેપ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…