Covid-19/ કાબુમાં દેખાઇ રહ્યો છે કોરોના, છેલ્લા 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા કેસ

ગુજરાત રાજ્ય કોરોનાને આપી રહ્યુ છે માત. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસથી કહી શકાય કે રાજ્યમાં થોડા મહિનાઓ બાદ કોરોના પર પૂરી રીતે કટ્રોલ કરવામા સરકાર અને જનતા સફળ રહેેશે…

Gujarat Others
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 410
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 259097
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 1
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 704
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 250056
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 4665

સમગ્ર વિશ્વમાં કહેર મચાવતો કોરોના વાયરસને હરાવવામાં ભારત ઘણી હદ સુધી સફળ રહ્યુ છે. જ્યારે વિશ્વનાં દેશો તેના કારણે ડરનાં માહોલમાં જીવી રહ્યા છે, ત્યારે ભારતમાં આવો ડર ના બરાબર છે. આપને જણાવી દઇએ કે, આવો જ માહોલ ગુજરાતમાં પણમ જોવા મળી રહ્યો છે.

જી હા, ગુજરાતમાં કોરોનાનાં કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ગુજરાતમાં નોંધવામાં આવેલા કોરોનાનાં આજનાં એટલે કે રવિવારનાં આંકડાની વાત કરવામાં આવે તો, આજે સામે આવેલા કેસ અને મોતનાં આંકડા એટલે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના અને કોરોનાનાં સંક્રમણ અને કોરોનાથી થતા મોતની આંકડાકીય સ્થિતિ જોવામા આવે તો, આજે  નવા કેસની સંખ્યા 410 નોંધવામાં આવી છે. સાથે સાથે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 01 દર્દીનું મૃત્યુ કોરોનાનાં કારણે નિપજ્યા હોવાનું પણ નોંધવામાં આવી રહ્યું છે. આ સાથે રાજ્યમાં કુલ કેસનો આંક 2,59,097 પર પહોંચી ગયો છે. વળી છેલ્લા 24 કલાકમાં 01 દર્દીનું આ કોરોના વાયરસનાં કારણે મોત નિપજ્યું છે. રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 704 નોંધાઇ છે. વળી આ કોરોનાને માત આપી ઠીક થયેલા દર્દીઓની સંખ્યા 2,50,056 પર પહોંચી ગઇ છે. ગુજરાતમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 4,665 પર પહોંચી ગઇ છે.

અહી કોરોનાની ગતી મંદી તો પડી જ છે એટલુ જ નહીં પરંતુ કોરોના ગુજરાતમાં સુવ્યવસ્થિત રીતે કાબૂમાં પણ આવી રહ્યો હોય તેવુ દેખાઇ રહ્યુ છે. દુનિયામાં કોરોનાનાં ખડભડાટ વચ્ચે ગુજરાતમાં ધીમે પણ મક્કમતા સાથેનાં સારા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતમાં કોરોના નામશેષની દિશામાં અગળ વધતો જોવામાં આવી રહ્યો છે.

Ahmedabad: કોર્પોરેશનનાં ઈલેક્શન પહેલા સ્થાનિકોમાં રોષ

Covid-19: દિવાળી પછી કોરોના ના કેસ માં રાહત વોરિયરે લીધો રાહત નો શ્વાસ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો