સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ સતત હાહાકાર મચાવી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી આ વાયરસે હાહાકાર મચાવ્યો છે. દુનિયાભરમાં અત્યાર સુધીમાં લાખો લોકો આ વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે અને પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. એવા પણ ઘણા લોકો છે જે બે થી ચાર વખત આ વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે. પરંતુ, એક વ્યક્તિ એવી પણ છે જે 10, 20 વખત નહીં પરંતુ 78 વખત કોરોના પોઝિટિવ આવ્યો છે અને તે એક વર્ષથી વધુ સમયથી ક્વોરેન્ટાઇન છે. તો આવો જાણીએ આ વ્યક્તિ વિશે…
આ પણ વાંચો :7 વર્ષની બાળકી બની ઈન્ટરનેટ સેન્સેશન, 140 કરોડથી વધુ સંપત્તિની છે માલિક
આ મામલો ભારતનો નથી પણ તુર્કીનો છે. આ વ્યક્તિનું નામ મુઝફ્ફર કાયાસન (56 વર્ષ) છે. કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા 14 મહિનાથી તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે. વર્ષ 2020 ના નવેમ્બરમાં તેમને કોરોના થયો હતો. ત્યારથી અત્યાર સુધી તે સતત આઈસોલેશનમાં છે. તે હંમેશા એક જ વસ્તુની રાહ જોતો હોય છે કે આખરે તે ઘરે જશે. પરંતુ, નસીબ તેને સાથ નથી આપતું અને તેણે સતત એકલતામાં રહેવું પડે છે. જ્યારે તેમનો રિપોર્ટ પહેલીવાર પોઝિટિવ આવ્યો ત્યારે તેમણે થોડા દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું. તેમાં પણ થોડો સુધારો હતો, પરંતુ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
કોરોના વિશે બનાવ્યો અનોખો રેકોર્ડ
રિપોર્ટ અનુસાર, કાયાસને પશ્ચિમ એશિયામાં કોરોનાને લઈને આ અનોખો રેકોર્ડ પણ બનાવ્યો છે. કારણ કે, આટલી વખત અન્ય કોઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. કાયાસન લાંબા સમયથી એકલતાનું જીવન જીવી રહ્યો છે. તે તેના પૌત્ર-પૌત્રીઓને બારીમાંથી અને માત્ર વીડિયો કૉલ પર જોઈ શકે છે. પરંતુ, તે ઈચ્છું છે કે તે તેના પરિવારના સભ્યોને મળી શકે. તે કહે છે કે હું પરિવારને લઈને ખૂબ જ લાચારી અનુભવું છું અને મને કોઈ સમસ્યા નથી. ડૉક્ટરોનું કહેવું છે કે તેને લ્યુકેમિયા છે, જે એક પ્રકારનું બ્લડ કેન્સર છે, જેના કારણે શ્વેત રક્તકણો ઘટી જાય છે. આ જ કારણ છે કે તેમના શરીરમાંથી કોરોના વાયરસ ખતમ નથી થઈ રહ્યો.
આ પણ વાંચો :અહીં પરિવારનાં સભ્યો મૃત્યુ પામે છે ત્યારે મહિલાઓ પોતાની આંગળીઓ કાપેે છે
આ પણ વાંચો :હિજાબ શું છે, ક્યારે અને શા માટે તેનું ચલણ શરૂ થયું, તે સૌથી પહેલા ક્યાં પહેરવામાં આવ્યું હતું
આ પણ વાંચો :Google Doodle યુઝર્સને 30 સેકેન્ડની ગેમ સાથે વિશ કર્યું Valentine Day
આ પણ વાંચો :ભારતનું સૌથી અનોખું ગામ, જ્યાં લોકો પાસે બે દેશોના છે વિઝા, જાણો ક્યાં આવ્યું છે આ ગામ
