સામાન્ય રીતે તમે બાળકો, વૃદ્ધો અથવા વ્યક્તિઓના જન્મદિવસની ઉજવણી જોઈ હશે, અથવા તો સાંભળ્યું હશે, પરંતુ બિહારના સહરસામાં ઘોડાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે માત્ર કેક જ કાપવામાં આવી ન હતી, પરંતુ મોટી પાર્ટી આપવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ વિવિધ વાનગીઓનો આનંદ માણ્યો હતો.

પંચવટી ચોકના રહેલાસી રજનીશકુમાર ઉર્ફે ગોલુ યાદવે સાંજે તેમના ઘોડાનો બીજો જન્મદિવસ ખૂબ ધામધૂમ સાથે ઉજવ્યો હતો. ગોલુ તેના બાળકોની જેમ ઘોડાને પ્રેમ કરે છે.

મહિલાએ ઓનલાઇન ઓર્ડર કર્યો આટલા રુપિયાનો iphone,જ્યારે બોક્સ ખોલીને જોયું તો પગ નીચેથી સરકી ગઇ જમીન..
ભોજનનું આયોજન
ઘોડાને તેના જન્મદિવસ માટે સ્નાન કરી તૈયાર કરવામાં આવ્યો હતો અને સાંજે તેમના જન્મદિવસ નિમિત્તે એક સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50 પાઉન્ડની કેક કાપવામાં આવી હતી.
ઘોડાના માલિક ગોલુ યાદવે કહ્યું કે ચેતક અમારા ઘરનો સભ્ય છે પ્રાણી નહીં. ઘોડાનો પ્રથમ જન્મદિવસ એક વર્ષ પહેલા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.

પહેલા ઘોડાની આગળ કેક મૂકવામાં આવ્યો હતો. કેક પર એક ઘોડાની સાથે સાથે તેનું નામ પણ હતું. , માલિક ગોલુ દ્વારા કેક કાપવામાં આવ્યો. કેક કાપ્યા બાદ ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા. આ સમારોહમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
6 મહિનાથી રહે છે ઘોડા સાથે
ગોલુ કહે છે કે મેં આજ સુધી મારો જન્મદિવસ ઉજવ્યો નથી, પરંતુ હું દર વર્ષે ઘોડાનો જન્મદિવસ ઉજવું છું. તેણે કહ્યું કે તે આ ઘોડાને છ મહિનાની નાની ઉંમરે તેના ઘરે લાવ્યો હતો.
તેણે સ્વીકાર્યું, ” ઘોડાને મારા બાળક તરીકે ઉછર્યો છે. તેને બાળકોથી વધુ પ્રેમ આપ્યો.
ગોલુ કહે છે કે આ પાર્ટીમાં શાકાહારી અને માંસાહારી બંને પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી.
