- ઈન્ડોનેશિયા-યુકેમાં કોરોનાનો કોહરામ
- ઈન્ડોનેશિયામાં 24 કલાકમાં 34,379 કેસ
- ઈન્ડોનેશિયામાં પહેલીવાર હજારથી વધુ મોત
- 24 કલાકમાં ઈન્ડોનેશિયામાં 1,040ના મોત
આજે સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસએ લોકોનાં જીવન હચમચાવી દીધુ છે. આજે આ વાયરસે માનવ અસ્તિત્વ પર મોટુ સંકટ ઉભુ કરી દીધુ છે. આ વાયરસથી સૌથી વધુ અસર અમેરિકાને થઇ છે. પરંતુ તાજેતરમાં સામે આવેલા આંકડાઓ અનુસાર, ઈન્ડોનેશિયા અને યુકેમાં કોરોનાએ કોહરામ મચાવ્યો છે. આપને જણાવી દઇએ કે, ઈન્ડોનેશિયામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસનાં 34,379 કેસ નોંધાયા છે. આ પહેલીવાર હશે કે ઈન્ડોનેશિયામાં એક હજારથી વધુનાં મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં ઈન્ડોનેશિયામાં 1,040 લોકોનાં મોત થયા છે. વળી બીજી તરફ યુકેમાં પણ કોરોનાનું તાંડવ યશાવત છે.

દુઃખદ અવસાન / હિમાચલ પ્રદેશનાં પૂર્વ CM વીરભદ્ર સિંહનું નિધન
- યુકેમાં 24 કલાકમાં 32,548 કેસ
- યુકેમાં જો કે મૃત્યુઆંકમાં મોટી રાહત
- 32 હજાર કેસ છતાં મૃત્યુઆંક માત્ર 33
- રસીકરણથી યુકેને થઈ રહ્યો છે ફાયદો
- રશિયામાં 24 કલાકમાં 23,962 કેસ
- સા.આફ્રિકામાં પણ 21,427 નવા કેસ
આપને જણાવી દઇએ કે, યુકેમાં છેલ્લા 24 કલાકમાં 32,548 કોરોનાનાં નવા કેસ નોંધાયા છે. યુકેમાં જો કે મોતનો આંકડો મોટી રાહત આપી રહ્યો છે. સામે આવેલા 32 હજાર કેસ છતા મોતનો આંક માત્ર 33 નોંધાયો છે. જો કે એવુ નથી કે આ આંક નાનો છે, પરંતુ જે રીતે કોરોનાવાયરસનાં કારણે લોકોનાં મોત મોટી સંખ્યામાં થયા છે તેની સરખામણીમાં આં આંક નાનો દેખાય છે. વળી જો યુકેમાં રસીકરણની વાત કરીએ તો અહી લોકોને રસીકરરણનો ખૂબ લાભ થઇ રહ્યો છે. આપને જણાવી દઇએ કે, રશિયા અને દક્ષિણ આફ્રિકામાં પણ કોરોનાનાં નવા કેસ 20 હજારથી વધુ નોંધાયા છે. કોરોનાવાયરસથી આજે સમગ્ર વિશ્વ રસીકરણની મદદથી લડી રહ્યો છે. ત્યારે જોવાનુ રહેશે કે આ રસીકરણ સમગ્ર વિશ્વમાં ક્યારે પૂર્ણ થાય છે અને શું તે પછી કોઇ અન્ય વેરિઅન્ટ માનવ અસ્તિત્વને જોખમમાં મુકી શકે છે ?

ભયાનક આગ / દુબઈનાં જેબેલ અલી પોર્ટ પર વિસ્ફોટ, સમગ્ર દુબઈમાં સંભળાયો વિસ્ફોટનો અવાજ
ઉલ્લેખનીય છે કે, બ્રિટેનમાં કોરોનાની ત્રીજી લહેર આવવી લગભગ નક્કી જ છે. આ વચ્ચે બ્રિટેનનાં વડાપ્રધાન બોરિસ જ્હોનસને થોડા દિવસો પહેલા એક મોટી જાહેરાત કરીને સૌ કોઇને ચોંકાવી દીધા છે. જણાવી દઇએ કે, બ્રિટેનમાં કોરોનાનાં દૈનિક કેસ ઓછા નોંધાઇ રહ્યા છે. ત્યારે મૃત્યુદર પણ સાવ નજીવો છે. થર્ડ વેવની આશંકાઓ વચ્ચે મૃત્યુદર સાવ તળિયે બેસી ગયો છે. આ વચ્ચે બ્રિટેનનાં વડાપ્રધાને ટ્વીટ કરતા મોટી જાહેરાત કરી હતી. યુનાઇટેડ કિંગડમનાં નાગરિકો ટૂંક સમયમાં માસ્કથી છૂટકારો મેળવી શકે છે. કોરોના સંકટની વચ્ચે, માસ્ક અને સામાજિક અંતરને અનુસરવું જરૂરી હતું. પરંતુ હવે રસીકરણની ગતિને કારણે યુકેમાં તેનાથી છૂટકારો મેળવવાનો નિર્ણય નક્કી જ છે. બ્રિટનનાં વડા પ્રધાન બોરિસ જ્હોનસને સોમવારે આ જાહેરાત કરી હતી. બોરિસ જ્હોનસન અનુસાર, લોકોને કોરોના વાયરસથી જીવવાનું શીખવું પડશે, પરંતુ આ સાથે અમે પ્રતિબંધોને ઘટાડવાની દિશામાં પણ પગલાં લઈ રહ્યા છીએ. ટૂંક સમયમાં બ્રિટનમાં લોકો ઘરની અંદર અથવા સાર્વજનિક સ્થળોએ માસ્ક પહેરવાથી છૂટકારો મેળવશે, જ્યારે એક મીટરનાં સામાજિક અંતર જાળવવાથી પણ તે છૂટકારો મેળવશે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
