Not Set/ હવે ત્રણ વાર મૂકાશે ‘કોરોના’ની રસી, Covaxinના બૂસ્ટરડોઝને મંજૂરી

દેશમાં કોરોના વાયરસ વૈક્સિનના ત્રીજા ડોઝની તૈયારી ચાલી રહી છે. તેને બૂસ્ટરડોઝ કહેવામાં આવે છે. એક્સપર્ટની એક પેનલે ભારત બાયોટેકની વેક્સિન કોવૈક્સિનને ત્રીજા ડોઝની મંજૂરી આપી દીધી છે. ત્રીજો બૂસ્ટર ડોઝ બીજા ડોઝના છ મહીના પછી આપવામાં આવશે. તેનાથી ફાયદો એ થશે કે કોરોના વાયરસના નવા વેરીઅંટ સામે સુરક્ષા મળશે અને નવા સ્ટ્રેન મ્યુટેશન કરીને […]

Mantavya Exclusive India Uncategorized

દેશમાં કોરોના વાયરસ વૈક્સિનના ત્રીજા ડોઝની તૈયારી ચાલી રહી છે. તેને બૂસ્ટરડોઝ કહેવામાં આવે છે. એક્સપર્ટની એક પેનલે ભારત બાયોટેકની વેક્સિન કોવૈક્સિનને ત્રીજા ડોઝની મંજૂરી આપી દીધી છે. ત્રીજો બૂસ્ટર ડોઝ બીજા ડોઝના છ મહીના પછી આપવામાં આવશે. તેનાથી ફાયદો એ થશે કે કોરોના વાયરસના નવા વેરીઅંટ સામે સુરક્ષા મળશે અને નવા સ્ટ્રેન મ્યુટેશન કરીને પેદા નહી થઇ શકે.

એક્સપર્ટની પેનલે કહ્યુ કે ભારત બાયોટેક પોતાની વેક્સિન Covaxinના ત્રીજા બૂસ્ટર ડોઝ એવા વોલીયંટર્સને પહેલાં આપી જે તેના ક્લિનિકલી ટ્રાયલનો ભાગ રહ્યા છે. ભારત બાયોટેકે સરકાર સામે પ્રસ્તાવ મૂકયો હતો કે ત્રીજા ડોઝ પછી કોરોના વિરૂદ્ધ શરીરમાં ઇમ્યુનિટી કેટલાય વર્ષો સુધી વધી જશે. તે પછી એક્સપર્ટ પેનલે બૂસ્ટરડોઝને મંજુરી આપી છે.

ભારત બાયોટેકના પ્રસ્તાવ પર સબજેક્ટ એક્સપર્ટ કમિટીએ કહ્યુ કે બૂસ્ટરડોઝની સ્ટડી સેકન્ડ ફેઝના ક્લિનીકલ ટ્રાયલ વાળા વોલીયંટર્સ પર કરવામાં આવે. આ વોલીયંટર્સને ૬ માઇક્રોગ્રામના બે ડોઝ મળી ચૂકયા છે. બૂસ્ટરડોઝ એવા લોકોને પહેલાં અપાશે જેમણે કોવૈક્સિનનો બીજો ડોઝ પાછલા સપ્ટેમ્બર કે ઓક્ટોમ્બરમાં લીધો હશે.

ભારત બાયોટેક આ વોલીયંટર્સને ત્રીજો બૂસ્ટરડોઝ આપ્યા બાદ છ મહીના સુધી સર્વેલન્સમાં રાખશે. કારણ કે તેમના શરીરમાં કોરોના સામે થતા બદલાવો, ઇમ્યુનિટીના ઘટવા અને વધવાની સાથે નવા વેરીઅંટથી બચવામાં કેટલી મદદ મળે છે. તેના પર નજર રાખવામાં આવશે. સાથે જ સાઇડ ઇફેક્ટનો પણ અભ્યાસ કરવામાં આવશે.

તે પછી ભારત બાયોટેક પોતાનો સ્ટડી રીપોર્ટ સરકારની એક્સપર્ટ પેનલ સામે રાખશે. કંપની ક્લિનિકીલ ટ્રાયલની રિવાઇઝડ રિપોર્ટ એક્સપર્ટ પેનલની સામે તપાસ માટે મૂકશે. તમને જણાવી દઇએ કે લગભગ ૧૯૦ વોલીયંટર્સે કોવૈક્સિનના છ માઇક્રોગ્રામના ઢોઝ ટ્રાયલના બીજા ફેઝમાં લીધા હતા. આ જાણકારીને કંપનીએ પોતાના ડેટાની સાથે સાર્વજનિક પણ કર્યા હતા.

આ વોલીયંટર્સને બે સમૂહોમાં વહેચવામાં આવશે. એક સમૂહને ત્રીજો બૂસ્ટરડોઝ આપવામાં આવશે. તે પછી બંને સમૂહોના વોલીયંટર્સના શરીરમાં થતા બદલાવનો અભ્યાસ કરવામાં આવશે. એ વાતનો અભ્યાસ થશે કે કોવૈક્સિનની અસર કેટલી વાર સુધી રહે છે. કોરોના વિરૂદ્ધ વૈક્સિન લગાવ્યા પછી શરીરની પ્રતિરોધક ક્ષમતામાં કેટલો વધારો થાય છે.

કંપનીએ જણાવ્યુ છે કે કોવૈક્સિન (Covaxin) ના ત્રીજા બૂસ્ટરડોઝ પછી શરીરમાં T Cellsની માત્રામાં વધારો થાય છે. તેનાથી ભવિષ્યમાં કોરોના વાયરસના હૂમલાથી બચવામાં મદદ મળશે. એટલું જ નહી જો ત્રીજો બૂસ્ટરડોઝ લોકોને ફાયદો પહોચાડશે તો તેનાથી કોરોના વાયરસના હલ્કાથી ગંભીર સંક્રમણ સુધી સુરક્ષા મેળવી શકાશે.

ત્રીજા બૂસ્ટરડોઝ પછી કોરોનાવાયરસ સામે સંઘર્ષ કરવામાં ઓછી શક્તિ વપરાશે. લોકોમાં સંક્રમણનો ખતરો પણ ઓછો થઇ જશે. તેની સાથે કોરોનાવાયરસની કોઇ નવી લહેર આવવામાં વધારે સમય લાગશે. અને જો લહેર આવશે તો પણ તે વધારે નુકશાન નહી પહોચાડી શકે. તેનું નિયંત્રણ આસાન થઇ જશે. તે પછી એક વર્ષમાં એક ડોઝની જરૂર પડી શકે છે. અને તેના માટે દેશના વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે.