Covid-19/ ચૂંટણી બાદ કોરોનાનાં કેસમાં ઝીંકાયો વધારો, જનતા રહે સાવધાન

સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોનાનો કહેર છે. ત્યારે ભારતમાં આ વાયરસ મંદો પડી રહ્યો હોય તેવા આંકડા સતત સામે આવી રહ્યા છે. દેશમાં કોરોનાનો કાળમુખો કહેર આજે કાલની વાત બની ગયો છે.

Gujarat Others
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 380
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 268147
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 1
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 296
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 261871
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 1869

સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોનાનો કહેર છે. ત્યારે ભારતમાં આ વાયરસ મંદો પડી રહ્યો હોય તેવા આંકડા સતત સામે આવી રહ્યા છે. દેશમાં કોરોનાનો કાળમુખો કહેર આજે કાલની વાત બની ગયો છે. જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો અહી પણ કોરોના મંદો પડી ગયો છે. જો કે મનપાની ચૂંટણી બાદ આ કેસમાં વધારો નોંધાયો છે.

Education / ગુજરાત બોર્ડના ધોરણ 9 થી 12ની વાર્ષિક પરીક્ષાની તારીખો નિર્ધારિત , શિક્ષણ વિભાગની જાહેરાત

રાજ્યમાં ચૂંટણીનો માહોલ પૂરો થવાની સાથે કોરોના વાયરસનાં કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 380 વધુ નવા કેસ નોંધાયા છે. તે જોતા બહુ જલ્દીથી 400 થી નજીક આંકડો પહોંચી જશે તેમ લાગી રહ્યું છે. તો આ દરમિયાન 296 દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં કોરોનાને લીધે આજે 1 દર્દીનું મૃત્યુ થયું છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાનાં 2 લાખ 68 હજાર 147 કેસ નોંધાયા છે.

Covid-19 / 1 માર્ચથી વેક્સિનનાં બીજા ફેઝનો થશે પ્રારંભ, બિમાર અને વૃદ્ધને લાગશે વેક્સિન

આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં છ મહાનગર પાલિકાની ચૂંટણીનાં પરિણામ આવ્યા છે. મહત્વનું છે કે અહીં ચૂંટણીની જાહેરાત બાદ સતત પ્રચાર ચાલી રહ્યો હતો. જનતાની ભીડ જોવા મળી રહી હતી. તેની અસર હવે જોવા મળી રહી હોય તેવુ લાગી રહ્યુ છે. રાજકોટ, અમદાવાદ, સુરત સહિત મહાનગરોમાં ફરી કોરોનાનાં કેસ વધી રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાનાં એક્ટિવ કેસની સંખ્યા 1869 છે. તો કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 2,61,871 દર્દીઓ સાજા થયા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ