Not Set/ દેશમાં આ રાજ્યની સ્થિતિ ભયાવહ,કર્ણાટકમાં કોરોનાના નવા કેસમાં નોંધપાત્ર વધારો,જાણો વિગત

સરકારે કોરોનાને નિયંત્રણમાં લેવા માટે વેક્સિનેશન પર ભાર મુક્યો છે, અનેક સ્થળો વેક્સિનેશન સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યા છે, હાલ દેશમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ગઇ છે,

Top Stories India

કર્ણાટકમાં કોરોનાની ત્સુનામીથી હાહાકાર
કર્ણાટકમાં 24 કલાકમાં જ 41,457 નવા કેસ
બેંગાલુરુમાં જ 24 કલાકમાં 25,595 કેસ
મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 39,207 નવા કેસ
મુંબઈમાં છેલ્લાં 24 કલાકમાં 6,149 કેસ
કેરળમાં છેલ્લાં 24 કલાકમાં 28,481 કેસ
તામિલનાડુમાં 24 કલાકમાં 23,888 કેસ
દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં 11,684 કેસ41

વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારત દેશ પણ તેની ચપેટમાંથી બાકાત નથી,દેશમાં પણ ત્રીજી લહેર ચાલુ થઇ ગઇ છે, ભારતના અનેક રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અતિ ભયાવહ છે ,પરતું મૃત્યુઆંકમાં વધારો થયો નથી.કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 41 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે બેગલુરૂમાં એક જ દિવસમાં 25 હજારથી વધુ કેસ નોંધાયા છે,મહારાષ્ટ્રમાં 39 હજારથી વધુ કેસ નોંધાયા છે.અને મુંબઇમાં 24 કલાકમાં 6 હજાર કેસ નોંધાયા છે. કેરળમાં 28 હજાર અને તમિલનાડુમાં 23 હજાર કેસ અને દિલેહીમાં 11 હજારથી વધુ કેસ સરકારી દફતરે નોંધાયા છે,જયારે 41 દર્દીઓના મોત પણ દિલ્હીમાં થયા છે.

સરકારે કોરોનાને નિયંત્રણમાં લેવા માટે વેક્સિનેશન પર ભાર મુક્યો છે, અનેક સ્થળો વેક્સિનેશન સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યા છે, હાલ દેશમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ગઇ છે, તમામ લોકોએ તકેદારીના પગલાં લેવા જોઇએ પરતું લોકોની લાપરવાહી સામે આવી પહી છે અનેજેના લીધે કોરોના સ્પ્રેડ થઇ રહ્યો છે.