Not Set/ સચિન તેંડુલકરને કરાયા હોસ્પિટલમાં દાખલ, 27 માર્ચે થયા હતા કોરોના સંક્રમિત

ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે આ માહિતી ટ્વીટ કરી આપી છે. સચિન તેંડુલકરે ટ્વીટ કરીને કહ્યું કે મને તબીબી સલાહ પર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Top Stories Sports

ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે આ માહિતી ટ્વીટ કરી આપી છે. સચિન તેંડુલકરે ટ્વીટ કરીને કહ્યું કે મને તબીબી સલાહ પર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હું જલ્દીથી હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈ પાછો આવીશ. તમે બધા મારા માટે પ્રાર્થના કરી રહ્યા છો, આ માટે હું તમારો આભાર માનું છું. આપને જણાવી દઈએ કે, તેંડુલકરને 27 માર્ચે કોરોનાથી ચેપ લાગ્યો હતો.

આ પણ વાંચો :અમિતાભ બચ્ચને પરિવાર સાથે મુકવી કોરોના રસી, પોસ્ટ શેર કરી અભિષેક વિશે કહ્યું આવું…

સચિન તેંડુલકરે તાજેતરમાં રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં ભાગ લીધો હતો, જ્યાં ઈન્ડિયા લિજેન્ડ્સે તેમની કપ્તાની હેઠળ આ ખિતાબ જીત્યો હતો. ફાઈનલમાં ટીમે શ્રીલંકા લિજેન્ડ્સને હરાવી હતી. આ ટૂર્નામેન્ટના થોડા દિવસો બાદ સચિન તેંડુલકર કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો. આ પછી, ઇન્ડિયા લિજેન્ડ્સ ટીમમાં શામેલ વધુ ત્રણ ભારતીય ક્રિકેટરો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં યુસુફ પઠાણ, ઇરફાન પઠાણ અને એસ. બદ્રીનાથ શામેલ છે.

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને  27 માર્ચે કોરોના હોવાની પુષ્ટિ થઈ હતી. કોરોનાના હળવા લક્ષણો બાદ, તેમણે ડોકટરોની સલાહથી પોતાને ક્વોરૅન્ટીન રાખ્યા હતા. આ ટ્વિટની પુષ્ટિ પણ સચિન દ્વારા પોતે કોરોના પોઝિટિવ હોવાનું જણાવ્યું હતું.

જોકે, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર સિવાય તેમના પરિવારમાં કોઈનામાં કોરોનાનાં લક્ષણો જોવા મળ્યાં નથી. આ સમયે, મુંબઇ સહિત આખું મહારાષ્ટ્ર, કોરોનાની ઝપેટમાં છે. ભારતમાં મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ છે. સચિન તેંડુલકર પણ મુંબઈમાં રહે છે.

આ પણ વાંચો : PM મોદીએ કર્યુ ટ્વિટ કરી ગુડફ્રાઇડેની પાઠવી શુભેચ્છા, ઈસુ ખ્રિસ્તના સંઘર્ષને કર્યા યાદ

તેંડુલકરે પોતાના ટ્વિટમાં કહ્યું કે અમારા વિશ્વ કપની 10 મી વર્ષગાંઠ પર તમામ ભારતીય અને મારા સાથીઓને અભિનંદન. જણાવીએ કે, આ દિવસે, ભારતે 10 વર્ષ પહેલા, 2011 માં બીજી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. 1983 પછી આ બીજી વાર હતું, જ્યારે ટીમ ઇન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની હતી. ભારતીય ટીમે આ ખિતાબ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને સમર્પિત કર્યો હતો. ભારતની આ જીત બાદ આખા દેશમાં ઉજવણીનું વાતાવરણ હતું.

આ પણ વાંચો :10 વર્ષ પહેલા આજનાં દિવસે ટીમ ઈન્ડિયાએ જીત્યો હતો વિશ્વકપ, સચિનનું સપનુ થયુ હતુ પૂરુ, Video