Covid-19/ હજી તો કોરોનાની રસીઓ મંજુર કરાઈ ત્યાં દેશ પર તોળાઈ રહેલો નવા સ્ટ્રેનનો ખતરો

યુ કે આ નવા સ્ટ્રેનનું ઉદભવ સ્થળ માનવામાં આવી રહ્યું છે. જેના કારણે હાલ યુ કે થી આવતા તમામ યાત્રીઓને સંપૂર્ણ રીતે ચકાસીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જેમાં હાલમાંજ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે દેશ માં અત્યાર સુધી પ્રવેશેલા યાત્રીઓમાં નવા સ્ટ્રેન થી સંક્રમિત એવા ૫૮ જેટલા યાત્રીઓને અઈસોલેટ કરી તેઓની સારવાર શરુ કરવામાં આવી છે.

Top Stories Gujarat

@જય પટેલ, અમદાવાદ 

દેશ અને દુનિયામાં કોરોના એ હાહાકાર મચાવ્યા બાદ હવે જ્યારે એક પછી એક નવી રસીઓ શોધાઈ રહી છે, ત્યારે અચાનક યુ કે માં એક નવો સ્ટ્રેન સામે આવ્યો છે. જે કોરોના કરતા પણ વધુ ઘાતક હોવાનું માનવામાં આવી રહ્યું છે. મહત્વની બાબત એ છે કે આ નવા સ્ટ્રેનના કેસો સૌથી વધુ યુ કે માં જોવા મળ્યા છે.

યુ કે આ નવા સ્ટ્રેનનું ઉદભવ સ્થળ માનવામાં આવી રહ્યું છે. જેના કારણે હાલ યુ કે થી આવતા તમામ યાત્રીઓને સંપૂર્ણ રીતે ચકાસીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જેમાં હાલમાંજ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે દેશ માં અત્યાર સુધી પ્રવેશેલા યાત્રીઓમાં નવા સ્ટ્રેન થી સંક્રમિત એવા ૫૮ જેટલા યાત્રીઓને અઈસોલેટ કરી તેઓની સારવાર શરુ કરવામાં આવી છે.

bird flue / હિમાચલથી કેરળ સુધી બર્ડ ફ્લૂનો ભય, હરિયાણામાં એક લાખ મરઘીઓના…

જે ભારત માટે ચિંતા જનક બાબત છે પરંતુ સદ નસીબે આ તમામ યાત્રીઓ ને એરપોર્ટ પરજ ચકાસી ને અઈસોલેટ કરી દેવાયા હોવાને કારણે સંક્રમણ ફેલાવાનો ભય રહ્યો ન હોવાની સંભાવના હોવાનું પણ સ્વાસ્થ્ય મંત્રાલય જણાવી રહ્યું છે.

આ ૫૮ યાત્રીઓમાં ગુજરાતનાં યાત્રીઓનો પણ સમાવેશ થાય છે. જેમાં ૪ યાત્રીઓ અમદાવાદ તો એક યાત્રી વડોદરાનો હોવાનું બહાર આવ્યું છે. જેમાં કોરોના નો નવો સ્ટ્રેન હોવાનું પુણેની લેબોરેટરી માં લેવાયેલ સેમ્પલો માં બહાર આવ્યું છે.

વિશ્વવ્યાપી વૈજ્ઞાનિકો અને તબીબી કર્મચારીઓ નવા સ્ટ્રેન પરિવર્તનના સ્ત્રોતને ઓળખવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. તેના વિશે હજી ઘણી માહિતી એકત્રિત કરવામાં આવી છે.

Business / અદાણી કંપનીએ ગાંગુલીની ‘હેલ્ધી ઓઇલ’ જાહેરાતો કરી…

NEW DELHI / પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને આપી વધુ એક ભેટ, કોચ્ચિ-મંગલુરુ ગેસ પ…

જો કે, જ્યારે તે મ્યુટન્ટ વેરિઅન્ટ એટલે કે નવા સ્ટ્રેનનાં લક્ષણોની વાત આવે છે, ત્યારે સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનએ લોકોને તેની રોકથામ માટે તાત્કાલિક ડોક્ટર ની મુલાકાત લેવાની સલાહ આપી છે. નવા પ્રકારનો કોરોના આગામી દિવસોમાં ગંભીર ખતરો બની શકે છે.

કોવિડ -19 ના સામાન્ય લક્ષણો

વિશ્વમાં કોરોનાવાયરસના સમાચાર પ્રકાશિત થયા ત્યારથી જ લોકોએ તેના વિશે તેમના બધા અનુભવો શેર કર્યા છે. વૈજ્ઞાનિકો દરરોજ આ વાયરસ વિશે નવી વસ્તુઓ શોધે છે. આરોગ્ય નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો વર્ણવેલ મુખ્ય લક્ષણો તેમાંથી કેટલાક આ પ્રમાણે છે.

તાવ
સુકી ઉધરસ
સુકુ ગળું
વહેતું નાક
છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ
થાક
પેટમાં ચેપ
ગંધ અને સ્વાદનું નુકસાન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…