હવામાન / રાજકોટના લોધિકામાં આભ ફાટ્યું, 12 કલાકમાં 21 ઇંચ વરસાદ

સવારે 6 થી સાંજે 6 સુધી માત્ર 12 કલાકમાં 21 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજકોટ શહેરમાં તોફાની 13 ઈંચ વરસાદ ખાબક્યો છે.

શ્રાવણ કોરાધાકોર : લાંબી રાહ જોવડાવ્યા બાદ રાજ્યમાં મેઘો મન મુકીને વરસી રહ્યો છે. પરંતુ એવું લાગી રહ્યું છે કે આ મેઘ મહેર કદાચ કહેર બની ના રહે તો સારું. અષાઢ શ્રાવણ કોરાધાકોર કાઢ્યા બાદ હવે ભાદરવો ભરપુર જઈ રહ્યો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘો મન મુકીને વરસી રહ્યો છે. તેમાયે ખાસ કરીને સૌરાષ્ટ અને દક્ષીણ ગુજરાતમાં બારેમેઘ ખાંગા જેવી પરિસ્થિતિ છે.

સૌરાષ્ટની વાત કરીએ તો રાજકોટના લોધિકામાં આભ ફાટ્યું છે. સવારે 6 થી સાંજે 6 સુધી માત્ર 12 કલાકમાં 21 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજકોટ શહેરમાં તોફાની 13 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજકોટમાં અનેક ઘરમાં પાણી ઘૂસ્યા છે. હવે ધીમે ધીમે શહેરમાંથી પાણી ઓસરી રહ્યા છે.

જયારે જૂનાગઢમાં વિસાવદરમાં 15 ઈંચ વરસાદ, જામનગરના કાલાવડમાં 15 ઈંચ વરસાદ, રાજકોટના ધોરાજી, કોટડા સાંગાણીમાં 8 ઈંચ વરસાદ નોધાયો છે. રાજકોટના પડધરી, ગોંડલમાં 7 ઈંચ વરસાદ નોધાયો છે. રાજકોટમાં વિવિધ જગ્યાએ કેડસમા પાણી ભરાઈ ગયા છે. શહેરમાં વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

રાજકોટ અને આસપાસના પંથકમાં માં ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ છે. અનેક ગામો ભારે વરસાદને કારણે બેટમાં ફેરવાય ગયા છે. રાજકોટમાં ભારે વરસાદને કારણે મવડી ગામનો પુલ તૂટી ગયો છે. મવડી ગામની નદીમાં પૂર આવતા પૂલ તૂટ્યો છે. આથી મવડી ગામ જતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

રાજકોટ શહેરના રૈયા રોડ, આઝાદ ચોક, મવડી ચોકડી, રામાપીર ચોકડી, 150 ફૂટ રિંગ રોડ, સંત કબીર રોડ, સાધુ વાસવાણી રોડ સહિતના રાજમાર્ગો પર નદીઓ વહી હતી. આથી વાહચાલકો અટવાયા હતા.

દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયામાં કલેકટર કચેરી નજીક જ વરસાદી પાણી ભરાયા છે. ફોર લેનના હાઇવેના ચાલતા કામમાં વરસાદી પાણી ફરી વળ્યું હતું. નેશનલ હાઇવેના ફોર લેનના સર્વિસ રોડમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. રોડ પર પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વધુ પ્રમાણ માં પાણી ભરાઈ જતા વાહનો પણ રોડ વચ્ચે ટપોટપ બંધ પડ્યા હતા. વાહનચાલકોને વાહનોને ધક્કા લગાવવાની ફરજ પડી હતી. સર્વિસ રોડ પાસે આવેલી દુકાનદારોને પણ મુશ્કેલીઓ પાણી ભરાઈ જવાની સમસ્યાઓ ને લઈ હાલાકી સર્જી હતી.

જામનગર

શહેરમાં ભારે વરસાદ ને લીધે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. લોકોના ઘરોમાં હજુ  પાણી ભરાયા છે. સ્થાનિક તંત્ર દ્વારા બપોર થી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં ફાયર બ્રિગેડે 550 જેટલા લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડયા છે. હજુ પણ અનેક લોકો પાણીમાં ફસાયા હોવાથી કામગીરી યથાવત છે. સ્થાનિક તંત્ર ની સાથોસાથ ઇન્ડિયન નેવી પણ મદદે આવી છે. જિલ્લામાં 2 NDRFની ટિમો પણ  રેસ્ક્યુ કરી રહી છે.

હાઇકોર્ટ / મદ્રાસ હાઇકોર્ટે કઇ ભાષાને દેવતાઓની ભાષા કહી છે જાણો

મંજૂરી / ભારતની સ્વદેશી કોવેક્સિન રસીને WHO મંજૂરી આપી શકે છે

NEET exam / તામિલનાડુના CM સ્ટાલિને વિધાનસભામાં NEET નાબૂદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો

 


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment