કોરોનાનાં કેસોમાં છેલ્લા એક અઠવાડિયામાં ઝડપથી વધી રહેલી ચિંતા હવે દૂર થઈ રહી છે. આનું કારણ એ છે કે ફરી એકવાર કોરોનાનાં દૈનિક કેસોમાં ઘટાડો થયો છે. આ કારણે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટવા લાગી છે. સોમવારે જાહેર થયેલા આંકડા મુજબ, છેલ્લા એક દિવસમાં દેશભરમાં કોરોનાનાં કુલ 27,254 નવા કેસ મળી આવ્યા છે અને 219 લોકોનાં મોત થયા છે.
આ પણ વાંચો – નહી સુધરે / ભૂખમારાથી લડી રહેલા ઉ.કોરિયાએ લાંબા અંતરની અદ્યતન મિસાઇલોનું સફળતાપૂર્વક કર્યું પરીક્ષણ
આ સિવાય 37,687 લોકો આ જ સમયગાળામાં કોરોનામાંથી ઠીક પણ થયા છે. આ રીતે, દેશમાં એક જ દિવસમાં 10,000 થી વધુ એક્ટિવ કેસોમાં ઘટાડો થયો છે. હવે દેશમાં કુલ એક્ટિવ કેસ માત્ર 3,74,269 રહ્યા છે, જે થોડા સમય પહેલા 4 લાખને પાર કરી ગયા હતા. જાહેર કરાયેલા ડેટા અનુસાર, સોમવારે 219 લોકોનાં મૃત્યુ સાથે મૃત્યુઆંક વધીને 4,42,874 થયો છે. 6 સપ્ટેમ્બરે ભારતમાં 219 લોકોનાં મોત થયા હતા. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, એક્ટિવ કેસ ઘટીને 3,74,269 પર આવી ગયા છે, જે કુલ સંક્રમણનાં 1.16 ટકા છે, જ્યારે કોવિડ-19 નો રિકવરી રેટ 97.51 ટકા નોંધવામાં આવ્યો છે. એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 10,652 થઈ ગઈ છે. 12 સપ્ટેમ્બર સુધી કોવિડ-19 માટે કુલ 54,30,14,076 સેમ્પલોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી ગઈકાલે 12,08,247 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. દૈનિક પોઝિટિવિટી રેટ 2.26% ટકા નોંધાયો હતો. છેલ્લા 14 દિવસથી તે 3 ટકાથી ઓછો છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 2.11% ટકા નોંધાયો હતો. આરોગ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા 80 દિવસથી તે 3 ટકાથી નીચે છે. આ રોગમાંથી ઠીક થનારા લોકોની સંખ્યા વધીને 32,44,70,32 થઈ છે, જ્યારે મૃત્યુ દર 1.33 ટકા નોંધાયો છે.
Of 27,254 new #COVID19 cases and 219 deaths reported in the last 24 hours in India, Kerala recorded 20,240 COVID19 cases and 67 deaths, yesterday
— ANI (@ANI) September 13, 2021
આ પણ વાંચો – Political / અમારી પાર્ટી દ્વારા સતત અભિયાનનાં કારણે વિજય રૂપાણીને આપવુ પડ્યું રાજીનામુંઃ હાર્દિક પટેલ
દેશમાં રસીકરણની ઝડપી ગતિ અને દેશમાં કોરોનાનાં નવા કેસોમાં ઘટાડો થવાને કારણે સ્થિતિ સુધરી રહી હોય તેમ લાગી રહ્યુ છે. દેશમાં અત્યાર સુધીમાં 74.38 લાખ કોરોના રસીઓ આપવામાં આવી છે. સરકારે આ વર્ષે ડિસેમ્બર સુધીમાં તમામ પુખ્ત વયનાં લોકોને રસી આપવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. જો આવું થાય છે, તો તે કોરોના સામેનાં યુદ્ધમાં મોટી સફળતા હશે. મેગા રસીકરણને કારણે આવતી કોઈપણ કોરોના લહેર પહેલાની જેમ જીવલેણ રહેશે નહીં. નિષ્ણાતોનાં મતે, કોરોનાની એક જ રસી દ્વારા 97% સુધી મૃત્યુ અટકાવવામાં આવે છે. આ મોટી રાહત છે. તેનાથી સ્પષ્ટ છે કે રસીકરણનો વ્યાપ વધારવાથી કોરોનાને હરાવવામાં મદદ મળશે.
