Not Set/ PM મોદી નામાંકન માટે કાલે જ પહોંચશે વારાણસી, જાણો નામાંકનનો કાર્યક્રમ

દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ વર્ષ બાદ ફરીથી કાશીની મુલાકાતે હશે. તેઓ વારાણસી લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવા માટે કાશીનો પ્રવાસ કરશે. મોદીના પ્રવાસ કાર્યક્રમ મુજબ તેઓ 24 કલાક માટે વારાણસી રહેશે પરંતુ તેનો સંપૂર્ણ કાર્યક્રમ બે દિવસમાં વહેંચાયેલો રહેશે. વારાણસીમાં અંતિમ ચરણના મતદાન એટલે કે 19 મે ના રોજ મતદાન થશે. મોદીના […]

Top Stories

દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ વર્ષ બાદ ફરીથી કાશીની મુલાકાતે હશે. તેઓ વારાણસી લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવા માટે કાશીનો પ્રવાસ કરશે. મોદીના પ્રવાસ કાર્યક્રમ મુજબ તેઓ 24 કલાક માટે વારાણસી રહેશે પરંતુ તેનો સંપૂર્ણ કાર્યક્રમ બે દિવસમાં વહેંચાયેલો રહેશે. વારાણસીમાં અંતિમ ચરણના મતદાન એટલે કે 19 મે ના રોજ મતદાન થશે.

મોદીના નામાંકનની સાથોસાથ કોંગ્રેસના મહાસચિવ અને પૂર્વીય ઉત્તરપ્રદેશની કમાન સંભાળનાર પ્રિયંકા ગાંધી વાડ્રા વારાણસીથી ચૂંટણી લડે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જો આમ થશે તો આ જંગ ખરા અર્થમાં રોમાંચક બની રહેશે.

વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ

25 એપ્રિલ

બપોરે 2.45 વાગ્યે – બીએચયુ, હેલિપેડ આગમન

બપોરે 3 વાગે – માલવીયજીની પ્રતિમાથી રોડ શો કરશે શરૂ

સાંજે 7 વાગ્યે – દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતી કરશે

રાત્રે 8 વાગ્યે – સંમેલન કાર્યક્રમમાં કાશીના 3000 વિશેષ અતિથીઓને સંબોધિત કરશે

26 એપ્રિલ

સવારે 9.30 વાગ્યે – કાર્યકર્તા બેઠકમાં બીજેપીના બૂથ અધ્યક્ષ અને ઉપરી શ્રેણીના કાર્યકર્તાઓને સંબોધિત કરશે

સવારે 11 વાગ્યે – કાલભૈરવ મંદિરમાં દર્શન-પૂજન

સવારે 11.15 વાગ્યે – નામાંકન માટે પ્રસ્થાન કરશે

સવારે 11.30 વાગ્યે – કલેકટર કચેરીએ નામાંકન દાખલ કરશે

બપોરે 12.30 વાગ્યે – પત્રકાર પરિષદ સંબોધશે