Ahmedabad News: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં PGમાં રહેતી યુવતીઓએ અને સોસાયટીની મહિલાઓ વચ્ચે બબાલ થઇ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે, PGમાં રહેતી યુવતી ટૂંકા કપડા પહેરે છે આ વાતને લઈને સેટેલાઈટ વિસ્તારમાં PGમાં રહેતી યુવતી અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી થઇ છે.
જણાવીએ કે, સોસાયટીના લોકો અને પીજીમાં રહેતી યુવતીઓ વચ્ચે ટૂંકા વસ્ત્રો પહેરવા, વાહન પાર્કિંગ અને મોડી રાત સુધી અવરજવરને લઈ વિવાદ ચાલી રહ્યો છે. જેને લઈ રવિવારે મામલો વધુ ઉગ્ર બન્યો હતો. જેમાં સ્થાનિક મહિલાઓ અને યુવતીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. ટૂંકા વસ્ત્રો મુદ્દે સ્થાનિક મહિલાઓ અને PG માં રહેતી યુવતીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. સમગ્ર મામલો સેટેલાઈટ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતી. ત્યારે સેટેલાઇટ પોલીસે બંને પક્ષે સામે સામે અરજીઓ કરતા પોલીસે તપાસ શરુ કરી છે.
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ શિવરંજની સોસાયટીમાં પીજીમાં રહેતા યુવક યુવતીઓને લઇને વિવાદ સર્જાયો છે. સોસાયટીમાં રહેતા સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે, આ સોસાયટીમાં લગભગ 400થી વધારે યુવક યુવતીઓ પીજીમાં રહે છે. જે લોકો ક્યારેક બીભત્સ વર્તન કરતા હોય છે, ટૂંકા વસ્ત્રો પહેરતા હોય છે અને તેમના વાહનોના કારણે પાર્કિંગની પણ સમસ્યા સર્જાય છે.
તકરારને લઈ મહિલાઓનો આરોપ છે કે પીજીમાં રહેતા યુવક-યુવતીઓ દૂષણ ફેલાવી રહ્યા છે. અને મોડી રાત સુધી અવરજવર કરતા પરેશાની થઈ રહી છે. તો આ તરફ યુવતીઓનો આરોપ છે કે રહીશો તરફથી ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. આ સમગ્ર મુદ્દે બંન્ને પક્ષોએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.
આ પણ વાંચો:સુરતમાં બેફામ ચાલતી BRTS બસે યુવતીનો ભોગ લીધો
આ પણ વાંચો:સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી બિનવારસી બાયોડિઝલ ભરેલો ટેમ્પો ઝડપાયો
આ પણ વાંચો:માતા-પિતાને ચેતવા જેવો કિસ્સો, હળવદમાં ગરમ પાણીમાં પડી જતા બે વર્ષના બાળકનું મોત
આ પણ વાંચો:વડોદરામાં ઈદના જુલૂસ દરમિયાન DJ પર વગાડ્યું ‘સર તન સે જુદા’ સોંગ, ત્રણ લોકોની ધરપકડ
