ક્રિકેટનાં ચાહકો માટે એપ્રિલ ખાસ બનવા જઇ રહ્યો છે. આપને જણાવી દઇએ કે, દુનિયાની સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટ એટલે કે IPL આવતા મહિનાથી શરૂ થવા જઇ રહી છે. આ ટૂર્નામેન્ટ 9 એપ્રિલથી શરૂ થશે. આ સિઝન માટે ઘણી ટીમોએ ટ્રેનિંગ સેશન શરૂ કર્યા છે. ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સે પણ આ સિઝનની તૈયારી શરૂ કરી દીધી છે. બુધવારે, ફ્રેન્ચાઇઝીએ નવી સીઝન માટે જર્સી લોન્ચ કરી હતી. ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સની નવી જર્સી સશસ્ત્ર દળોને સમર્પિત છે. જેનો વીડિયો તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કર્યો છે.
ટીમ ઈન્ડિયાને ઝટકો / વન-ડે સિરીઝની બાકી મેચોમાંથી આ ખેલાડી થયો બહાર
IPL ની નવી સિઝન માટે હવે ધોનીની ટીમ પૂરી તૈયારીઓ કરી રહી છે. વળી ફ્રેન્ચાઇઝીએ આ નવી સિઝન માટે નવી જર્સી પણ લોન્ચ કરી છે. સીએસકેએ એક નિવેદનમાં કહ્યું કે, ટીમે 2008 માં પહેલી સિઝન પછી તેની જર્સીને ફરીથી ડિઝાઇન કરી છે. સીએસકેની ટીમ 2010, 2011 અને 2018 માં આઈપીએલ ચેમ્પિયન રહી ચૂકી છે. ટીમ અત્યાર સુધી 10 વાર પ્લે ઓફમાં પહોંચી છે. જ્યારે 8 વખત તેણે ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ટીમનું પરફોર્મન્સ ગત સિઝનમાં સૌથી ખરાબ રહ્યુ હતુ. ટીમ આઈપીએલનાં ઇતિહાસમાં પ્રથમ વખત પ્લે ઓફમાં સ્થાન મેળવી શકી નહોતી. ગત સિઝનમાં ધોનીની ટીમ 7 માં સ્થાને રહી હતી.
Thala Dharisanam! #WearOnWhistleOn with the all new #Yellove! #WhistlePodu 💛🦁
🛒 – https://t.co/qS3ZqqhgGe pic.twitter.com/Gpyu27aZfL— Chennai Super Kings (@ChennaiIPL) March 24, 2021
Cricket / ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં મેળવેલી જીત પર સેહવાગે શેર કર્યુ મજેદાર મીમ્સ
ઉલ્લેખનીય છે કે, એમ.એસ. ધોની આઈપીએલની પહેલી સિઝનથી ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન છે. હાલમાં, તે ભારતીય સૈન્યમાં લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો ધરાવે છે. વર્ષ 2019 માં ધોનીએ પેરાશૂટ રેજિમેન્ટની સાથે તાલીમ લીધી હતી. આઈપીએલની 14 મી સિઝન 9 એપ્રિલથી 30 મે સુધી દેશનાં છ શહેરોમાં યોજાશે. આઈપીએલ 2021 ની પ્રથમ મેચ 9 એપ્રિલે ચેન્નાઇમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે સાંજે 7.30 વાગ્યે રમાશે. વળી, આઈપીએલ 2021 ની અંતિમ મેચ 30 મે નાં રોજ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. બીજી તરફ, ચેન્નઈ સુપર કિંગ્સ 10 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે પ્રથમ મેચ રમશે. બંને ટીમો વચ્ચેની આ મેચ મુંબઈમાં રમાશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
