બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝાએ સોમવારે ઉદ્યોગપતિ વૈભવ રેખી સાથે લગ્ન કર્યા. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. દિયાએ વૈભવ સાથે લગ્ન કર્યા બાદ તેના લગ્ન સમારોહની કેટલીક તસવીરો શેર કરી છે. આ સાથે તેમણે એક સુંદર નોટ પણ લખી છે.
![]()
ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતી વખતે દીયાએ કેપ્શનમાં લખ્યું કે,”Love is a full-circle that we call home. And what a miracle it is to hear its knock, open the door and be found by it. Sharing this moment of completion and joy with you..my extended family. May all puzzles find their missing pieces, may all hearts heal and may the miracle of love continue to unfold all around us.”
View this post on Instagram
પહેલા અને બીજા ફોટામાં દીયા અને વૈભવ ફેર લેતા જોવા મળે છે. દિયાએ વરમાળા દરમિયાનનો ફોટો પણ શેર કર્યો છે. તે જ સમયે, અન્ય એક ફોટામાં, દિયા અને વૈભવ મંડપમાં બેઠા જોવા મળે છે. દિયા મિર્ઝાએ વૈભવ સાથે તેની બિલ્ડિંગના બગીચામાં સાત ફેરા લીધા હતા. સોમવારે લગ્ન બાદ દિયા અને વૈભવ આવ્યા અને પાપારાઝી માટે પોઝ આપ્યા. આ સાથે દિયાએ ફોટોગ્રાફરોને મીઠાઇ પણ ખવડાવી હતી.

આપને જણાવી દઈએ કે દિયા મિર્ઝાને ફિલ્મ ‘રહેના હૈ તેરે દિલ મેં’ થી જબરદસ્ત લોકપ્રિયતા મળી હતી. સંજુ અને થપ્પડ જેવી ફિલ્મોમાં તેમના કામને ખૂબ વખાણ્યું. દિયાએ વૈભવ સાથે લગ્ન કર્યા છે. આ અગાઉ તેણીએ 11 વર્ષ પહેલા નિર્માતા સાહિલ સંઘ સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2019 માં, દિયાએ તેના પતિ સાહિલ સાથે છૂટાછેડા લીધા હતા.

દિયાએ વર્ષ 2000માં મિસ ઈન્ડિયા એશિયા પેસિફિક સ્પર્ધા જીતી હતી. ત્યાર બાદ બોલિવૂડ ફિલ્મ ‘રહના હૈ તેરે દિલ મેં’થી કરિયરની શરૂઆત કરી હતી. છેલ્લે, દિયા ફિલ્મ ‘થપ્પડ’માં તાપસી પન્નુ સાથે જોવા મળી હતી. હાલમાં તે તેલુગુ ફિલ્મ ‘વાઈલ્ડ ડૉગ’નું શૂટિંગ કરે છે.




મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
