દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે અને ભણી ગણીને આગળ વધે તે માટે સરકાર અથાગ પ્રયત્નો કરી રહી છે. પરંતુ અરવલ્લી પોલીસમાં એવા પણ કેટલાક પોલીસ કર્મીઓ છે જેમની દીકરીઓ પ્રત્યેની માનસિકતામાં બદલાવ લાવવાની જરૂર છે. ધનસુરાના ગ્રામ્ય પંથકની એક દીકરી ગતરોજ ગુરુવારે ધનસુરા કોલેજમાં પરીક્ષા આપવા આવી હતી. ત્યાર બાદ તેની યાદ શક્તિ ગુમાવતા તે ક્યાં પહોંચી ગઈ હતી એ તેને ખબર નહોતી. પરંતુ તે ટેલિફોનિક માધ્યમથી પરિવારના સતત સંપર્ક માં રહેતી હતી. પરંતુ કઈ બોલી શકતી ન હતી. અને માત્ર રડતી હતી.
દિવસ દરમ્યાન પરિવારને ફોન કરીને રડી રડીને વેદના ઠાલવતી દીકરીને શોધવામાં પરિવાર બેબાકળો થઈ ગયો હતો. અને શોધખોળના અંતે ધનસુરા પોલીસનો સહારો લેવ પરિવાર પહોંચ્યો હતો.પરંતુ પોલીસની માનસિકતા તો જુઓ.
ધનસુરા પોલીસ મથકમાં હાજર સેકન્ડ PSI એન એમ સોલંકી પરિવારની વાત સાંભળી દીકરીની ઉંમર પૂછવા લાગ્યા ત્યાર બાદ તમે તમારી રીતે શોધખોળ કરો ના મળે તો ફોટા લઈને આવી જજો ગુમ થયા અંગે ની જાણવા જોગ દાખલ કરી દઈશુ. તેમજ કાર્યવાહી ચાલુ છે કઈ હશે તો તમને જાણ કરી દઈશું, તેવું પરિવારજનોને કહેવામાં આવ્યું હતું.પરિવારે દીકરી સાથે સંપર્કમાં રહી મહા મહેનતથી દીકરીને બાયડથી શોધી હતી. અને પરિવારજનો એ હાશકારો અનુભવ્યો હતો.
રેકોર્ડિંગ સાંભળી ને શુ કરું પી એસ આઈ ; એન એમ સોલંકી
યાદશક્તિ ઘટતા બાયડ પહોંચેલી યુવતી રડી રડી ને પરિવારજનોને ફોનમાં વ્યથા જણાવતી રહી જે રેકોર્ડિંગ સંભળાવવા પી એસ આઈ એન એમ સોલંકીને પરિવારજનો આજીજી કરતા રહ્યા પરંતુ પી એસ આઈ ને દીકરી ની ઉંમર જાણવામાં જ રસ હતો.
કોઈ ને લઈ ને જતી તો નથી રહી ને ; જિલ્લા પોલીસ વડા (સંજય ખરાત)
દીકરી નો ફોન સતત ફોન કરી ને પરિવારજનો સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરતી રહી પરંતુ બુદ્ધિ શુદ્ધ ન આવતા તે તેનું લોકેશન જણાવી શકતી ન હતી ત્યારે આ મામલે ત્વરિત કાર્યવાહી થાય તે માટે જાગૃત યુવકે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતને ફોન કરતા તેમને પણ એવું પૂછ્યું કે ઉંમર કેટલી છે…??? કોઈ ને લઈ ને ભાગી તો નથી ગઈ ને…???
દીકરીઓ પ્રત્યે ની અરવલ્લી પોલીસે માનસિકતા ક્યારે બદલાશે…???
અરવલ્લી પોલીસની માનસિકતા અંગે સવાલો એ થઈ રહ્યા છે કે દીકરીઓ ગુમ થાય તો ખરેખર કોઈ ને લઈ ને ભાગી જ જાય…??? શા માટે પોલીસે એક જ લોજીક દોડાવતી રહી કે દીકરી ભાગી ગઈ હશે…??? આ પ્રકાર ના વલણને અરવલ્લી પોલીસ ક્યારે બદલશે તે અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે
