Cricket/ T-20 સીરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમનું થયુ એલાન, સારા પ્રદર્શન બાદ પણ એલેક્સ હેલ્સને મુકાયો પડતો

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આગામી ટી-20 શ્રેણી માટે તેની 16 સભ્યોની ટીમની ઘોષણા કરી દીધી છે.

Sports

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આગામી ટી-20 શ્રેણી માટે તેની 16 સભ્યોની ટીમની ઘોષણા કરી દીધી છે. બિગ બૈશ લીગમાં શાનદાર પ્રદર્શન કરવા છતાં, એલેક્સ હીલ્સને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. જો કે ઓસ્ટ્રેલિયાની આ ટી-20 લીગમાં પર્થ સ્કોર્ચર્સ તરફથી રમતા 14 ઇનિંગ્સમાં 426 રન ફટકારનારા લિયામ લિવરસ્ટોને અહી તક આપવામાં આવી છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી-20 શ્રેણી 12 માર્ચથી અમદાવાદનાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રમાશે. ટી-20 ટીમનાં ખેલાડીઓ 26 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડથી ભારત જવા રવાના થશે. જેથી બાયો-બબલમાં સમય પસાર કર્યા પછી, તેઓ પ્રેક્ટિસ શરૂ કરી શકે. ટી-20 સીરીઝમાં ટીમની કમાન્ડ ઇઓન મોર્ગનનાં હાથમાં રહેશે. વળી જોસ બટલર, જોની બેયરસ્ટો, જોફ્રા આર્ચર, બેન સ્ટોક્સ, મોઇન અલી ટીમનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે.

એલેક્સ હેલ્સે તાજેતરમાં જ બિગ બેશ લીગમાં 543 રન બનાવ્યા હતા, પરંતુ ઇસીબીએ તેના પર વિશ્વાસ બતાવ્યો નથી. વર્લ્ડ કપ 2019 પહેલા તે ડ્રગ ટેસ્ટમાં પોઝિટિવ મળી આવ્યો હતો. જેના કારણે તેમની સતત અવગણના કરવામાં આવી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ