Ashes series/ ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની શરમજનક હાર, સીરીઝમાં ઓસ્ટ્રેલિયન ટીમે 3-0 ની મેળવી લીડ

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ વચ્ચે ચાલી રહેલી એશીઝ સીરીઝની ત્રીજી મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ આ મેચ એક ઇનિંગ અને 14 રને જીતીને એશીઝ સીરીઝમાં પોતાનો દબદબો યથાવત રાખ્યો છે.

Sports
AUS vs ENG

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ વચ્ચે ચાલી રહેલી એશીઝ સીરીઝની ત્રીજી મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ આ મેચ એક ઇનિંગ અને 14 રને જીતીને એશીઝ સીરીઝમાં પોતાનો દબદબો યથાવત રાખ્યો છે. ઈંગ્લેન્ડ તેની બીજી ઇનિંગમાં માત્ર 68 રન જ બનાવી શકી હતી. આ ઇનિંગમાં ઈંગ્લેન્ડ તરફથી જો રૂટે (28) સૌથી વધુ રન બનાવ્યા હતા. જો કે આ મેચમાં હાર બાદ જો રૂટની કેપ્ટનશીપ હવે ખતરામાં આવી ગઇ છે.

આ પણ વાંચો – કમોસમી માવઠું / રાજ્યમાં એકવાર ફરી કમોસમી માવઠું, ગાંધીનગર, અમદાવાદ સહિત જિલ્લાઓમાં આંશિક વરસાદ

આપને જણાવી દઇએ કે, ઓસ્ટ્રેલિયાએ આખરે એશીઝ સીરીઝ પર કબ્જો કરી લીધો છે. ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની ટેસ્ટ સીરીઝની ત્રીજી ટેસ્ટ ઇનિંગ્સ અને 14 રનથી જીતીને ટેસ્ટ સીરીઝમાં 3-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ હાર ઈંગ્લેન્ડને લાંબા સમય સુધી ડંખશે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાયેલી બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ટીમને માત્ર અઢી દિવસમાં જ ઇનિંગ્સથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયા માટે બીજી ઇનિંગમાં સ્કોટ બોલેન્ડે શાનદાર બોલિંગ કરીને માત્ર ચાર ઓવરમાં સાત રન આપીને છ વિકેટ ઝડપી હતી.

ઈંગ્લેન્ડની બીજી ઇનિંગ માત્ર 68 રનમાં સમેટાઈ ગઇ હતી. જો રૂટ અને બેન સ્ટોક્સ એવા બે ખેલાડી હતા જે બે આંકડા સુધી પહોંચી શક્યા હતા. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ઈંગ્લેન્ડને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ ઇનિંગમાં માત્ર 185 રનમાં સમેટાઈ ગઈ હતી. રૂટે પ્રથમ ઇનિગમાં 50 રનનું યોગદાન આપ્યું હતું, ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન પેટ કમિન્સ અને નાથન લાયને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો પણ ખાસ કરી શક્યા ન હતો અને પૂરી ટીમ 267 રન જ બનાવી શકી હતી. માર્કસ હેરિસે 76 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

આ પણ વાંચો – Cricket / ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી અને રન બનાવનાર આ ખેલાડી તેની કારકિર્દીમાં માત્ર એક જ વખત થયો સ્ટમ્પ આઉટ

આ રીતે ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગનાં આધારે 82 રનની લીડ મળી હતી. બીજા દિવસની રમતનાં અંત સુધીમાં ઈંગ્લેન્ડે ચાર વિકેટ ગુમાવી દીધી હતી અને ટીમને હારનો ખતરો હતો, પરંતુ ત્રીજા દિવસે બોલેન્ડે ઈંગ્લેન્ડનાં બેટ્સમેનોને ક્રિઝ પર ટકી રહેવાની તક આપી ન હોતી. મિચેલ સ્ટાર્કે બીજી ઇનિંગમાં ત્રણ વિકેટ ઝડપી હતી. જણાવી દઇએ કે, એશીઝની ચોથી ટેસ્ટ મેચ 5 જાન્યુઆરીથી રમાશે.