રાજય માં કાલ થી શ્રાવણ માસ ચાલુ થયો છે મોટા ભાગના તહેવારો શ્રાવણ માં આવતા હોય છે . જેમાં લોકો મોટે ભાગે બહાર જતા હોય છે હવે તહેવારો શરૂ થતા જ મુસાફરો માટે એસટી નિગમ દ્વારા મોટા ભાગના ધાર્મિક સ્થળો પર ટ્રીપમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત રાજ્ય માર્ગવાહન વ્યવહાર પરિવહન નિગમ દ્વારા વધારે 600 એક્સ્ટ્રા બસો મુકવામાં આવી છે. જેથી મુસાફરોને સરળતા રહે ઉપરાંત આવકમાં પણ વધારો કરી શકાય.
આ પણ વાંચો :કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે અપનાવો આ ઘરેલુ ઉપચાર, ફાયદો થતો જોવા મળશે…
લોકો સામાન્ય રીતે રજાઓ અને તહેવારો દરમિયાન સોમનાથ, અંબાજી, પાવાગઢ, ડાકોર, ચોટીલા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મુસાફરો મોટા પ્રમાણમાં જાય છે. જેના લીધે સ્પેરમાં રખાતી 10 ટકા બસ પૈકીની 600 જેટલી બસોને આ રૂટ પર એક્સ્ટ્રા મુકવામાં આવી છે. જન્માષ્ટમી, રક્ષાબંધન જેવા તહેવારોમાં આ બસોનું સંચાલન કરવામાં આવશે.
આ પણ વાંચો :ઘરે બેઠા બ્લેક અને વ્હાઈટ હેડ્સ દૂર કરો, અપનાવો આ Tips
જેના કારણે એસટી દ્વારા આ તહેવારો અને તેની આસપાસનાં દિવસો દરમિયાન એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. જેથી નાગરિકોની સુવિધામાં તો વધારો થાય જ સાથે સાથે એસટી કોર્પોરેશનની આવકમાં પણ વધી શકશે .
